Home કચ્છ રાપર શહેર ના મોરબી હોનારત મા મરણ પામેલા ના પરિવારજનો ને સહાય...

રાપર શહેર ના મોરબી હોનારત મા મરણ પામેલા ના પરિવારજનો ને સહાય નો ચેક આપતું વહિવટી તંત્ર

191
0

કચ્છ: 31 ઓક્ટોબર


મોરબી ખાતે ઝુલતા પુલ પર બનેલી ગોઝારી ઘટના મા અનેક પરિવારો નો માળો વિખરાઈ ગયો છે જેમાં રાપર શહેર ના ત્રણ કુંભાર પરિવાર જેમાં બે પુત્રો અને પિતા ના મરણ થતા આજે તેમની સવારે દફન વિધિ કરવામાં આવી હતી તો સાંજ ના જિલ્લા સમાહર્તા દિલીપ રાણા અંજાર પ્રાંત અધિકારી મેહુલ દેસાઇ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સહિત ના અધિકારીઓએ ભોગ બનનાર ના પરિવારજનો ની મુલાકાત લીધી હતી તો જિલ્લા કલેકટર ની સુચના ના થી રાપર મામલતદાર કે. આર. ચૌધરી ને મોરબી વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક બોલાવવા મા આવ્યા હતા અને ભોગ બનનાર પરિવાર ના વારસદાર ને ચાર લાખ ના હિસાબે બાર લાખ નો ચેક અપર્ણ કરવામાં આવ્યો હતો આ સમયે રાપર તાલુકા મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના પ્રમુખ હાજી સૈયદ અનવરશા બાપુ મુસ્લિમ સમાજ ના પ્રમુખ હાજી ઇસ્માઇલ ભાઈ પણકા માજી ધારાસભ્ય પંકજ મહેતા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા કરણી સેનાના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા જશુભા જાડેજા લાલમામદ રાઉમાઉમેશ સોની હઠુભા સોઢા રામજી પિરાણા ભિખુભા સોઢા નિલેશ માલી લાલમામદ રાઉમા રશ્મિન દોશી રાપર નશાભાઈ દૈયા દિલીપ જાદવ રાપર શહેર ભાજપ ના મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા કેશુભા વાધેલા રમજુ કુંભાર જાનખાન બ્લોચ રાપર નગરપાલિકા ના પ્રમુખ ના વાલજીભાઈ વાવીયા મુળજીભાઈ પરમાર દિનેશ કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર દ્વારા પણ મરણ જનાર ને બે લાખ સહાય ની જાહેરાત કરવામાં આવી છે આજે રાપર મામલતદાર ચૌધરી ના હસ્તે મરણ જનાર ના પરિવારના ઈશાભાઈ જુમા ભાઈ કુંભાર ની ઉપસ્થિતિ મા ચેક આપવા મા આવ્યો હતો

અહેવાલ : મુકેશભાઈ રાજગોર, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here