Home પાટણ રાધનપુરનાં કલ્યાણપુરા અને મોટી પીંપળી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી...

રાધનપુરનાં કલ્યાણપુરા અને મોટી પીંપળી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ….

111
0

રાધનપુરનાં કલ્યાણપુરા ગામ અને મોટી પીપળી ગામ ખાતે નાયબ સચિવ અને રાધનપુર ધારાસભ્ય નાં અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો. સૌ પ્રથમ કલ્યાણપુરા ગામ ખાતે નાયબ સચિવ પહોચ્યા હતા. જ્યાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્ર્મ સચિવ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. સૌ પ્રથમ કલ્યાણપુરા ગામ ખાતે નાયબ સચિવ પહોચ્યા હતા જ્યાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2023/24 કાર્યક્ર્મ સચિવ નાં અઘ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નાયબ સચિવ એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતીરાજ્ય સરકાર નાં ઉદ્દેશ મુજબ રાજ્યનામાં દરેક જિલ્લા સહિત તાલુકાઓમાં કાર્યક્રમ યોજાઈ રહ્યા છે.જેને લઇને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન રાધનપુર તાલુકાના ગામડાઓમાં થઈ રહ્યું છે. જેમાં આજ રોજ રાધનપુરનાં  કલ્યાણપુરા ગામ  અને મોટી પીપળી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ ઉજવાયો હતો.

આજના આ કાર્યક્રમ ની અંદર નાયબ સચિવ એ જણાવ્યું હતું કે  છેવાડાનાં ગામ સુધી  કોઈ બાળકો શિક્ષણથી વંચિત નાં રહે અને ગામડાઓમાં આ કાર્યક્રમનાં ભાગરૂપે બાળકોને પૂરતું માર્ગદર્શન મળી રહે જેનાથી શાળાના બાળકો તૈયાર થશે અને પોતાની કારકિર્દીની શરૂઆત કરશે. જેમકે વિદ્યાર્થીઓ આર્ટસ,કોમર્સ,મેડિકલ લાઈન,ડોકટર એમ અન્ય પણ સ્પોર્ટ્સ લાઈન માં બાળકો જેને જેવી રુચિ હોઈ એ રીતે અભ્યાસ માં આગળ વધે અને શાળા ના શિક્ષકો પણ બાળકોને એ રીતે ભણતર આપવું જોઈએ તેવું નાયબ સચિવ એ જણાવ્યું હતું. વધુમાં નાયબ સચિવએ શિક્ષણ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે     શિક્ષકો એ પુરે પૂરી જવાબદારી નિભાવે અને સાથે વાલીઓ પણ આ જવાબદારી નિભાવે, શિક્ષણ કેટલું જરૂરી છે વગેરે નું માર્ગદર્શન શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આપવામાં આવ્યું હતું

આ કાર્યક્રમ અંતર્ગત નાયબ સચિવ શાળા ની અંદર ખૂટતી ચીજ વસ્તુઓ વિશે શાળાની મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો.જેમાં કલ્યાણપુરા ગામ ખાતે આજના કાર્યક્રમ માં  આચાર્ય નવલદાન ગઢવીએ શાળા માટે મેદાન અને શૌચાલય બનાવવા માટે નાયબ શચિવ ને રજૂઆત કરાઈ હતી.જેને લઇને પૂરી ખાતરી આપી આવનાર સમય માં શાળા માં ખૂટતી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી હતી. મોટી પીપળી ગામ ખાતે શાળામાં પ્રથમ આવેલ વિદ્યાર્થી ને 500 રૂપિયા, દ્વિતીય ક્રમાંક એ આવેલ 300 અને ત્રીજા સ્થાને આવેલ વિદ્યાર્થી ને 200 રૂપિયા આશ્વાશન ઇનામો આપવામાં આવ્યા હતા.તેમજ ચોપડા વિતરણ બેગ અને અન્ય અભ્યાસ લક્ષી સામગ્રીઓ બાળકોને આપવામાં આવી હતી. આજરોજ રાધનપુર તાલુકાના કલ્યાણપુરા અને મોટી પીપળી ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો જેમાં નાયબ સચિવ ઉપસ્થિત રહ્યા હતા સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી,ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગામની આશા વર્કર,આંગણવાડી કાર્યકરો,આરોગ્ય વિભાગ કાર્યકર, સરપંચ,ગ્રામજનો અને શાળા ના બાળકો તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here