સુરેન્દ્રનગર: 18 ડિસેમ્બર
ખંભાત તાલુકા ના છેવાડા મિતલી ગામે બપોરે ચાર વર્ષે નાના બાળકને ત્રણ દિવસ થી સખત તાવ આવતા ખેંચ (આંચકી) ઉપઙી જતા બાળક બે-ભાન થઈ ગયુ હતુ દર્દીના સગા પાસે પ્રાઈવેટ વાહન ની સુવિધા ના હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ નો સંપર્ક કરતા વટામણ 108 ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ પ્રધ્યુમનસિંહ સમયસૂચકતા જાળવી ઝઙપથી મિતલી ગામે પહોંચી ગયા હતા બે ભાન દર્દી બાળકની તબિયત બહુ જ નાજુક જણાતા ઈ.આર.સી. ફિઝિશિયન ની સલાહ સુચની વટામણ 108 ટીમ પ્રાથમિક સારવાર આપી ,નોર્મલ પાણી ના પોતા અને સમય સર ઓક્સિજન આપી દર્દી બાળક ને ગંભીર પરિસ્થિતિ જતા અટકાવી જીવ ના જોખમ માથી બચાવ કર્યો હતો વધુ સારવાર માટે બાળક ને ખંભાત પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે ખસેઙ્યા હતા
દર્દી પરિવાર જનો દ્રારા 108 ટીમ સ્ટાફ હ્રદયપુર્વક આભાર માન્યો હતો