જામનગર : 21 માર્ચ
માર્ચ એન્ડીંગને કારણે આગામી તા.25 માર્ચથી 2 એપ્રિલ સુધી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ બંધ રાખવા નિર્ણય લેવાયો છે…. તેમજ તા.23 માર્ચના સવારે 9 વાગ્યાથી તમામ જણસીની આવક પણ બંધ કરવામાં આવશે… અને આગામી તા.2 એપ્રિલથી તમામ આવકો રાબેતા મુજબ શરૂ થશે… ઉલ્લેખનીય છે કે, માર્ચ એન્ડિંગમાં વેપારીઓને વાર્ષિક હિસાબો પૂર્ણ કરવાના હોવાથી વેપારીઓ દ્વારા યાર્ડ પ્રશાસન ને રજુઆત કરવામાં આવી હતી… જેને પગલે યાર્ડ પ્રસાશન દ્વારા તા.25 માર્ચથી 2 એપ્રિલ સુધી હરાજીનું કામકાજ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે….