Home પાટણ સમી ખાતે ટેકા ના ભાવે ચણા ખરીદી સેન્ટર શરૂ કરાયા

સમી ખાતે ટેકા ના ભાવે ચણા ખરીદી સેન્ટર શરૂ કરાયા

154
0

સમી: 21 માર્ચ


પાટણ જિલ્લા માં ચણા ચણા પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવ 1066 જાહેર કરાયા, જિલ્લા નાં 9 તાલુકામાંથી પી. એસ. એસ 17 સેન્ટર ખોલાયા જેમાં પાટણ જિલ્લા માં વઢિયાર પંથક ચણા નાં ઉત્પાદન માં મબલક ઉત્પાદન થયું છે.

રાજ્યના ખેડૂતોને રવિ ખરીફ સીઝનના પાકમાં યોગ્ય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકારે ટેકાના ભાવો વિવિધ જણસોના જાહેર કર્યા છે. ત્યારે પાટણ જિલ્લામાં ચણા અને રાયડા પકવતા ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. પોતાનાં માલ ના યોગ્ય ભાવ મળી શકે તે માટે જિલ્લાના નવ તાલુકામાંથી પી એસ એસ 17 સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં વઢીયાર પંથક ચણાના ઉત્પાદન માટે અગ્રેસર છે. એટલે અહીં મબલખ પ્રમાણમાં વાવેતર થયું છે અને સમી શંખેશ્વર વિસ્તારમાં સૌથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એક આંકડા મુજબ 11, 475 ખેડૂતોના ચણાના રજિસ્ટ્રેશન થયા છે જ્યારે રાયડામાં 766 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ચણામાં ટેકાના ભાવ 1066 જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે રાયડામાં 1090 નક્કી કરવામાં આવ્યા છે

અહેવાલ : દીનેશ સાધુ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here