Home પંચમહાલ જીલ્લો કાલોલ તાલુકાના અલવા ગામે મહાશિવરાત્રી પર્વની અનોખી ઉજવણી

કાલોલ તાલુકાના અલવા ગામે મહાશિવરાત્રી પર્વની અનોખી ઉજવણી

166
0

સામાન્ય રીતે મહાશિવરાત્રી એટલે ઉપવાસ કરવો, શિવમંદિરોમાં જઈને ભગવાન ભોલેનાથના દર્શન કરવા અથવા એનાથી વધુમાં શિવલિંગને જળ, દુધ, બિલ્વપત્ર અને ફુલો ચઢાવી પ્રસાદી લઈને છુટા પડવુ એ સાપ ગયા ને લિસોટા રહી ગયા હોય એવો સિમિત મહિમા જોવા મળે છે. પરંતુ મહાશિવરાત્રીએ શિવમહિમાનો પારાયણ કરવાનો મહિમા હજારોમાં એકાદ કિસ્સો જોવા મળે છે. જેની સામે કાલોલ તાલુકાના એક અલવા ગામમાં સાચે જ શાસ્ત્રીય અને શ્રદ્ધાયુકત રીતે અનોખી ઉજવણી કરવાની પરંપરા ધરાવે છે. જે અંગેની વિગતો મુજબ કાલોલ તાલુકાના અલવા ગામમાં ગામની આસ્થાનું કેન્દ્ર ગણાતા વર્ષો પુરાણા એવા રૂગનાથ મહાદેવ મંદિરે દર વર્ષે મહાશિવરાત્રી મહાપર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે.


અત્રે ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રી મહાપર્વ અંગે શિવરાત્રી શબ્દોમાં જ રાત્રી સમયની પુજાનું વિશેષ મહત્વ હોવાના શાસ્ત્ર માન્યતા અનુસાર રાત્રીભર પુજા કરવી જોઈએ. જે અંતર્ગત આ વર્ષે પણ અલવા ગામના યુવાનોએ મંદિરના પટાંગણમાં શિવપુજા માટે આઠ જેટલા શાસ્ત્રીય બ્રાહ્મણોને આમંત્રિત કરી તેમના માર્ગદર્શન અનુસાર શાસ્ત્રોક્ત વિધિવત રીતે શિવપુજાનું સુંદર આયોજન કર્યું હતું. આઠ શાસ્ત્રીઓ દ્વારા સાંજના સાતથી સવારના સાત વાગ્યા સુધી ગામના ૯૪ દંપતિઓના હસ્તે મહાશિવરાત્રીના ઉપવાસ સાથે વિઘિવત રીતે શિવમહિમન્ન સ્ત્રોત્રસભરની શિવપુજા કરાવી હતી. તદ્ઉપરાંત રાત્રિભર ચાલેલી શિવપુજાના સહયોગ અને સાનિધ્ય માટે સમસ્ત ગ્રામજનોએ રાત્રીભરની શિવપુજાના સહભાગી બની પાવન અવસરનો લાભ લીધો હતો. આમ મહાશિવરાત્રી મહાપર્વ નિમિત્તે રાત્રિભર શિવપુજા કરવાનો એક અનોખો પ્રયોગ હાથ ધરીને ગ્રામજનોએ પણ ધન્યતા અનુભવી હતી.

કાલોલ તાલુકાના અલવા ગામના રૂગનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે રાત્રિભર શિવપુજા કરતા ૯૪ દંપતિઓ.

અહેવાલ :  મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here