પાટણ : 28 ઓગસ્ટ
પવિત્ર શ્રાવણ માસમાં પાટણ શહેરના વિવિધ શિવ મંદિરોમાં શિવભક્તો દ્વારા પૂજા અર્ચના અભિષેક સહિતના કર્યો કરી ભગવાન ભોલેનાથ ને રીઝવવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે શહેરના ભૈરવ મંદિર ખાતે ભૈરવ મહિલા મંડળ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો ભજન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ માસના છેલ્લા દિવસે મહિલા મંડળ દ્વારા મંદિર પરિસર ખાતે આનંદ ગરબા સહિત ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહી આનંદના ગરબાનું ગાન કરી ભજનની રમઝટ બોલાવી હતી.