Home સુરેન્દ્રનગર ભૃગુપુર ગામના ખેડૂતને મોતને ઘાટ ઉતારનાર પતિ-પત્ની ઝડપાયા

ભૃગુપુર ગામના ખેડૂતને મોતને ઘાટ ઉતારનાર પતિ-પત્ની ઝડપાયા

92
0

સુરેન્દ્રનગર: 5 મે


ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રહેતા અરવિંદભાઈ પરમાર, પત્ની રમાબેન અને 2 પુત્રો સાથે સેજકપર ગામના માર્ગે ખારા તરીકે ઓળખાતી સીમમાં કોર્ટના દિવાની કેસમાં ચાલતી સરવે નં-181ની ખેતરમાં ડુંગળીનો પાક ભરી રહ્યા હતા. ત્યારે ખાંડીયા ગામનો દિલા ધીરૂ જીલીયા, તેની પત્ની પ્રવિણા મોજીદડ ગામનો લાલા દેવા ભરવાડ તથા ભૃગુપુર ગામનો મફા ધુડા ભરવાડ ખેતરે આવી પહોંચ્યા હતા. દિલા જીલીયાએ આ જમીન મારી છે ખાલી કરી દે તેમ કહી ઝઘડો શરૂ કરી દીધો હતો. પ્રવિણા, લાલો, મફાએ અરવિંદને પકડી રાખ્યો હતો. દિલાએ અરવિંદના પેટમાં છરીના ઘા ઝીંકી રમાબેન અને તેમના બન્ને પુત્રોને ઘાયલ કરી ચારેય શખસો ફરાર થઈ ગયા હતા.
લીંબડી સિવિલના ડૉક્ટરે અરવિંદને મૃત જાહેર કર્યા હતા. મર્ડર કેસના ફરાર આરોપીને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી હતી. ચુડા PSI વાય.બી.રાણા, વાલજીભાઈ વડેખણીયા, ભરતભાઈ ચોસલા, બળવંતસંગ ડોડીયા સહિત ટીમે લીંબડી-ધંધુકા રોડ પરથી મર્ડર કેસના મુખ્ય આરોપી દિલાવર ઉર્ફે દિલા જીલીયા અને તેની પત્ની પ્રવિણાને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બન્ને ઈસમોનો કોવિડ-19 રિપોર્ટ બાદ આજે ચુડા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરવામાં આવશે. ખેડૂતના ખુન કેસમાં સામેલ ભાગી રહેલા લાલા ભરવાડ અને મફા ધુડા ભરવાડને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here