Home ગોધરા ભાજપ કાર્યકરને માર મારી નુકશાન પહોંચાડવાના કેસમાં શહેરા કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની...

ભાજપ કાર્યકરને માર મારી નુકશાન પહોંચાડવાના કેસમાં શહેરા કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની આગોતરા જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે નામંજૂર

101
0

ગોધરા: 2 ડિસેમ્બર


પંચમહાલ જિલ્લાની શહેરાવિધાનસભાના પ્રચાર દરમ્યાન ભાજપ કાર્યકરને માર મારી ગાડીને નુકશાન પહોંચાડવાના કેસમાં શહેરા કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની આગોતરા જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.ઉપરોક્ત આ ઘટનામાં શહેરા પોલીસ મથકે વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે સાત વ્યક્તિઓ સામે નામજોગ અને આશરે ૫૦ ના ટોળા સામે જીવલેણ હુમલો અને રાયોટીંગની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા હાલ સુધી આઠ આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ કોર્ટમાં નિયમિત જામીન અરજી તેમજ ખાતુભાઈ પગીએ પોતાનું નામ આ ગુનામાં ધરપકડની શકયતાઓને જોતા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થતાં હવે મુદ્દો ગરમાયો છે .

ન્યાયાલયના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની હકીકત એવી છે કે શહેરા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી પોતે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા દરમિયાન અણીયાદ ચોકડી પાસે ભા.જ.પ ની ગાડી ને ઉભા બજારમાં તોડફોડ કરી અને રંગીતભાઈ નામના ભા.જ.પ ના કાર્યકર ને ઢોર માર મારવામાં આવતાં ત્યાં બંદોબસ્ત માં શહેરાના ડી સ્ટાફના પી એસ.આઈ કામોલ હાજર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ બનાવ વધુ ગંભીર ના બને એ માટે વારંવાર સૂચનાઓ આપી હતી પરંતુ ટોળું વિખરાયેલું નોહતું ના છુટકે પી એસ.આઈ કામોલને ટોળું વિખેરવા માટે સર્વિસ રિવોલ્વર માંથી હવામાં એક રાઉન્ડ કરવાની ફરજ પડી હતી તેમ છતાં ટોળું ઉગ્ર બન્યું હતું જેને લઈ શહેરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ એસ.એલ.કામોલે સાત આરોપી સામે નામજોગ અને 30 થી ૫૦ ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી.આ ગુનામાં પકડાયેલા આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી પોતાના વકીલ મારફતે રજૂ કરવામાં આવી હતી.જયારે કોંગ્રેસ ના ઉમેદવાર ખાતુભાઈ પગીએ પોતાના વકીલ મારફતે ઉક્ત ગુનામાં પોતાની ધરપકડની શકયતાઓ વ્યક્ત કરી પોતાની કોઈ ભૂમિકા નહિં હોવા સહિતની વિગતવાર આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જે જામીન અરજી ઓની સુનાવણી થતાં જીલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોર ની વિગતવાર ની દલીલો અને પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી વિગતવારના એફીડેવીટ ને ધ્યાનમાં લઇ પંચમહાલ જિલ્લાના એડીશનલ સેશન્સ જજ એચ.પી.મહેતા એ કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની આગોતરા જામીન અરજી તથા અન્ય આરોપી ઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે આ જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં રાજકીય હડકમ્પ મચી જવા પામ્યો છે.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here