Home સાબરકાંઠા બિપરજોય વાવઝોડાને પગલે 8 ડેપોમાં ST બસના 18 રુટો રદ કરાયા...

બિપરજોય વાવઝોડાને પગલે 8 ડેપોમાં ST બસના 18 રુટો રદ કરાયા …. 14 અને 15 જૂનના રોજ ST ડેપોના રુટો બંધ રહેશે..

231
0

બિપરજોય વાવઝોડાને લઈને હિંમતનગર ST વિભાગીય કચેરી હેઠળ આવતા સાબરકાંઠાના 4, અરવલ્લીના 3 અને ગાંધીનગરના 1 મળીને 3 જિલ્લાના 8  ST ડેપોમાં બસના 18 રુટો બે દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. વાવઝોડાની પરિસ્થિતિને લઈને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે તેમ ST વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

બિપરજોય વાવઝોડું બે દિવસમાં ગુજરાતમાં ટકરાવવાનું છે. જેને લઈને દરિયા કિનારાના જિલ્લામાં હાલ તંત્ર એલર્ટ પર છે. ત્યારે હવે આ જિલ્લામાં જતી ST બસ બંધ કરવામાં આવી છે. હિંમતનગર ST વિભાગીય કચેરીના તાંબા હેઠળ આવતા 3 જિલ્લાના 8 ડેપોમાં 14 અને 15 જૂન એમ બે દિવસ એસટી બસના 18 રૂટ રદ કરવામાં આવ્યા છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર એસટી ડેપોમાં બે, ઇડર એસટી ડેપોમાં બે, ખેડબ્રહ્મા એસટી ડેપોમાં એક, પ્રાંતિજ એસટી ડેપોમાં એક મળી સાબરકાંઠા જિલ્લામાં ચાર ડેપોમાં એસટી બસના 6 રુટો, અરવલ્લી જિલ્લાના ભિલોડા એસટી ડેપોમાં 3, મોડાસા એસટી ડેપોમાં 3 અને બાયડ એસટી ડેપોમાં બે મળી ત્રણ એસટી ડેપોમાં 8 રુટો અને ગાંધીનગર જિલ્લાના માણસા એસટી ડેપોમાં 1 રૂટ રદ કરવામાં આવ્યો છે.

આ અંગે હિંમતનગર ST વિભાગીય કચેરીના DC  એચ.એસ.જોશી અને DTO પી.બી.ચૌધરીએ જણાવ્યું હતું. કે, આવતીકાલથી બે દિવસ માટે 8 ડેપોના 18 એસટી બસોના રૂટ રદ કર્યા છે. જેને લઈને ઓનલાઇનમાં બે દિવસ એટલે 14 અને 15 તારીખ 18 રુટો રદ કર્યા છે અને 16 તારીખથી રાબેતા મુજબ રૂટ શરૂ થશે. તો આગામી દિવસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિર્ણય લેવામાં આવશે અને તે અંગેની જાણ કરવામાં આવશે.

કઈ ડેપોની બસોના રુટો રદ કરાયા.

હિંમતનગર એસટી ડેપો-માંગરોળ અને જામનગર

ઇડર એસટી ડેપો-જુનાગઢ અને જામનગર

ખેડબ્રહ્મા એસટી ડેપો-ભુજ

પ્રાંતિજ એસટી ડેપો-જુનાગઢ

ભિલોડા એસટી ડેપો-જુનાગઢ, મુદ્રા,જામનગર

મોડાસા એસટી ડેપો-નખત્રણા,ખંભાળિયા,સોમનાથ

બાયડ એસટી ડેપો-નખત્રણા,ભુજ

માણસા એસટી ડેપો-સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here