Home સુરેન્દ્રનગર બળોલ શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું

બળોલ શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય ખાતે વાલી સંમેલન યોજવામાં આવ્યું

222
0

સુરેન્દ્રનગર: 23 ડિસેમ્બર


લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી દેવાનંદ સ્વામી વિદ્યાલય ધોરણ 9 અને 10 નું વાલી સંપર્ક સંમેલન તથા વિદ્યાર્થી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ બળોલ ગામના સરપંચ ઘનશ્યામભાઈ રાઠોડ અને જનશાળી ગામના સરપંચ નિતેશભાઈ જાદવ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય, અભિનય ગીત, સ્વાગત અને ઉદબોધન દ્વારા કાર્યક્રમ થયો. શાળાના શિક્ષક હરેશભાઈ પરમારે બાળકોના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી નરેન્દ્ર ભાઈ રામાનંદી સ્ટાફ અને વિદ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here