પાટણ : 18 ઓગસ્ટ
ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યો થકી કરે છે ત્યારે આજે જીઆઇડીસીના પૂર્વ ચેરમેન તથા ગોકુળ રિફાઇનરી અને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતના જન્મદિવસ નિમિત્તે તેઓએ સિદ્ધપુર ખાતે આવેલી કામધેનું ગૌશાળાની મુલાકાત લીધી હતી જ્યાં બલવંતસિંહ રાજપૂતે ગૌમાતા નું પૂજન અર્ચન કરી આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. તો ગાયોની સાળ સંભાળ માટે તેઓએ આર્થિક સહયોગ પણ આપ્યો હતો.



















