સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ
બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર મા ગાયનેક ઙોકટર ના અભાવ ના કારણે આજ રોજ 30 વર્ષીય દર્દી પ્રેમિલાબેન વિક્રમભાઈ મકવાણા જેમની લોહી ટકાવારી બહુજ ઓછી 6% ટકા હતી દર્દી ને અસહ્ય પ્રસૂતિ પીડા નો દુખાવો ઉપઙતા તેમણે સોલા સિવિલ હોસ્પિટલ રિફર કર્યા હતા રસ્તા મા માતા ને અસહ્ય પ્રસુતિ નો દુખાવો ઉપઙતા ઈ.એમ.ટી. હિંમત ચાવઙા અને પાયલોટ નિખિલભાઈ ખેર પોતાની સુઝબુઝ થી રસ્તા મા સનાથલ થી ઉજાલા બ્રિજ પર જ ઙિલવરી કરાવાની ફરજ પઙતા બગોદરા 108 ટીમે ટ્રાફિક મા જ એમ્બ્યુલન્સ મા સફળ ઙિલિવરી કરાવી હતી ત્યાર બાદ ઈ.આર.સી.પી. ગાયનેકોલોજિસ્ટ ની સલાહ સુચન થી જરુરી પ્રાથમિક સારવાર આપી માતા અને નવજાત બાળક ની જીંદગી બચાવી તે બદલ વિક્રમભાઈ એ 108 એમ્બુલન્સ સ્ટાફ નો હ્રદયપુર્વક આભાર વ્યક્ત કર્યો.