પેટલાદ : 23 જાન્યુઆરી
ફાયર સેફ્ટી તાલીમ શ્રી સી. એન.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ,પંડોળી ખાતે શ્રીમતી એસ. આઇ. પટેલ ઇપ્કોવાળા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ ના ડૉ. કામેંદુ આર ઠાકર ના હ માર્ગદર્શન હેઠળ તાલીમાર્થીઓ દ્વારા એક સપ્તાહ માટે પ્રાયોગિક પાઠ નું કાર્ય ચાલુ છે.
તેમાં આજે તા. 23/૧/૨૩ ના રોજ શ્રીમતી એસ આઈ પટેલ ઇપ્કોવાળા કોલેજ ઓફ એજ્યુકેશન પેટલાદ તાલીમાર્થીઓ અને શાળા ના વિદ્યાર્થીઓ માટે શાળા ના આચાર્ય શ્રી નીલેશભાઈ પટેલ દ્વારા ફાયર સેફ્ટી ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ થી આગ અકસ્માત માં સ્વ પ્રયત્ને આગ ને સમન કરવાની ક્ષમતા પ્રાપ્ત થઈ.અને ભવિષ્યમાં સમાજ ને a તાલીમ ઉપયોગી થઈ શકે તેવા ઉમદા હેતુ સર આ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું.