પંચમહાલ : 28 ઓગસ્ટ
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવારને હાલોલ બાયપાસ નજીક આવેલા ગોપીપુરા ગામ પાસે અકસ્માત નડતા ત્રણ લોકોના ઘટના સ્થળ પર મોત થયા છે
શનિવાર અને રવિવાર ની રજાના કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે ત્યારે આજે વહેલી સવારે મૂળ ઉત્તર પ્રદેશના અને અંકલેશ્વર ખાતે રહેતા પ્રજાપતિ પરિવાર ભાડાની ઇકોકાર કરી અંકલેશ્વર થી પાવાગઢ આવવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન પાવાગઢ હાલોલ બાયપાસ નજીક પાવાગઢ થી ફક્ત થોડા જ કિમી દૂર ઇકોકારના ચાલકે એક ખાનગી લક્ઝરી બસને ઓવરટેક કરવા જતા પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલી રેલિંગ સાથે ઇકો કાર ટકરાતા ઘટના સ્થળ પર જ એક પાંચ વર્ષના બાળક એક 60 વર્ષના બેન તેમજ એક અન્ય વ્યક્તિનું કમ કમાટી ભર્યું મોત નિર્જીવ હતું. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. ત્યારબાદ ગંભીર રીતે ગવાયેલા બે અન્ય વ્યક્તિઓને હાલોલ રેફરલ ખાતે કસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીઇજાઓના કારણે તેમને પ્રાથમિક સારવાર આપી હાલોલ થી બરોડા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે