Home પાટણ પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત ડ્રોન ટેકનોલોજી વિશે...

પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઇનોવેશન ક્લબ અંતગર્ત ડ્રોન ટેકનોલોજી વિશે વર્કશોપ યોજાયો..

102
0

પાટણ : 2 સપ્ટેમ્બર


રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં આજે બીજી સપ્ટેમ્બર 2022ના રોજ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ અંતગર્ત આધુનિક ડ્રોન ટેકનોલોજી વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇનોવેશન વર્કશોપમાં પાટણ જિલ્લાના જુદી જુદી સરકારી શાળાઓ માંથી આવેલ 240 થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રીએ આવેલ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનના લોકપ્રિયતા અને પ્રચારમાં વિજ્ઞાન કેન્દ્રની ભૂમિકા વિશે સમજાવ્યું અને આ સાયન્સ સેન્ટરની વિવિધ ગેલેરીઓના પ્રદર્શન વિશે ટૂંકમાં માહિતી આપી. ત્યારબાદ, નિષ્ણાત ગેલેરી ગાઈડ દ્વારા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ તરફથી સ્થાપિત ઇનોવેશન ક્લબ અંતર્ગત આધુનિક ડ્રોન ટેકનોલોજી ના જીવનના વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે મહત્વપૂર્ણ તાલીમ આપવામાં આવી હતી. ત્યારબાદ આવેલા વિદ્યાર્થીઓએ રિજિયોનલ સાયન્સ સેન્ટરની વિવિધ પ્રકારની ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર, ડાયનાસોર વી.આર અને હ્યુમન વી.આર. જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી ખુબજ આનંદિત થયા હતા.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here