Home પાટણ પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ…

પાટણ જિલ્લામાં બીજા દિવસે પણ વરસાદ…

85
0

પાટણ : 16 ઓગસ્ટ


હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ બરાબર જામ્યું છે દિવસભર હળવાથી ભારે વરસાદ ની ઝાપટા ચાલુ રહેતા જનજીવન પ્રભાવિત થયું હતું . સિધ્ધપુરમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી ભરાયા હતા તો પાટણ શહેરમાં પણ સવારના સમયે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી વાતાવરણ સર્જાતા સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે સોમવારે મોડી રાતથી મેઘરાજાએ ધીમી ગતિએ વરસાદ વરસવાનું શરૂ કર્યું હતું અને આજે ત્રીજા દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો હતો . વરસાદી પાણી માર્ગો ઉપર ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું . તો સવારના સમયે શાળા કોલેજોએ જતા વિદ્યાર્થીઓને હાલાકીયો ભોગવવી પડી હતી . પાટણ શહેરમાં અઢી ઈંચ વરસાદ પડતા નિશાળ વાળા વિસ્તારો અને માર્ગો ઉપર પાણી ફરતા થયા હતા સવારના સમયે જ વરસાદ પડતા વાહનચાલકો અને શાળા કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પાણી ભરાવવાની સમસ્યાને લઇ મુશ્કેલીમાં મુકાયા હતા પાટણમાં રેલવે ગરનાળુ અને કોલેજ કેમ્પસ અંડરપાસમાં પાણી ભરાતા વાહનચાલકો પ્રભાવિત થયા હતા . તો શહેરના હાઇવે માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી.

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાક થી વરસાદ શરૂ થયો છે . જેમાં સિદ્ધપુરમાં 138 mm , ચાણસ્મા 77 mm , સરસ્વતીમા 55 mm , પાટણમા 63 mm , સમીમા 33 mm , શંખેશ્વરમા 48 mm , સાંતલપુરમા 51 mm , હારીજમા 45 mm , રાધનપુરમા 54 mm વરસાદ નોંધાયો છે.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here