પાટણ : 24 ઓગસ્ટ
પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા , સલામતી અને પ્રજાજનોના આમપ્રશ્નો સાથે સુપેરે કામગીરી કરનાર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એ.સી.પરમારનો વિદાયમાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સતત ૩ વર્ષ સુધી એ ડીવીઝન હદ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા માટે સુંદર કામગીરી કરનાર પીઆઇના વિદાય સમારંભને લઈ સૌ કોઈએ તેમની ફરજની કામગીરીને બીરદાવી હતી.
પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ માં એ.સી.પરમારે પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો હતો . ત્યારે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેઓ હંમેશા તૈયાર રહેતા હતા..વૈશ્વિક કોરોના મહામારીના સમયે જીલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સાથે સતત ૨૪ કલાક પોતાની ફરજ બજાવી લોકોની ખડેપગે સેવા કરી હતી . કોરોના મહામારીના કપરા સમયમાં રાત્રિના સમયે એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની સોસાયટીઓમાં પેટ્રોલીંગ કરી લોકોની સતત સારસંભાળ લેતા હતા.ત્યારે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર
એ.સી.પરમારની છોટા ઉદેપુર ખાતે બદલી થતા તેઓનો વિદાય સમારંભ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત પોલીસ અધિકારીઓ સહિત પાટણના અગ્રણી નાગરીકો દ્વારા તેઓને સાલ , શ્રીફળ અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા … આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ તેમની કામગીરીને બીરદાવી હતી . તો વિદાય લઇ રહેલા એ.સી.પરમારે પણ પોતાના ફરજકાળને યાદ કરી પાટણની યાદ હંમેશા આવશે તેમ જણાવ્યું હતું . તો એ ડીવીઝન પીઆઇ તરીકેનો ચાર્જ ગોહીલે સંભાળ્યો છે.