Home પાટણ પાટણમાં શિક્ષકોએ કર લીધા મેં વૈદિક ગણિત નો વર્કશોપ યોજાયો..

પાટણમાં શિક્ષકોએ કર લીધા મેં વૈદિક ગણિત નો વર્કશોપ યોજાયો..

152
0

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પાટણના શિક્ષકોએ ઊંઝા તાલુકાના કરલી ગામમાં વૈદિક ગણિતનો વર્કશોપ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ગણિતના વર્કશોપ માં હાજર રહી ગણિતને કેવી રીતે સરળ બનાવી શકાય તેનું પ્રત્યક્ષ અનુકરણ કર્યું હતું


ઓલ ઇન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબ અંતર્ગત અમૃત ભારત ગુજરાત ગણિત મહોત્સવ, ૨૦૨૨ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં ૭૫ કાર્યક્રમો જેવા કે, ગણિત વિષય સંબંધિત વર્કશોપ, સેમિનાર, ક્વિઝ, ગણિત મેળા, વકતૃત્વ અને નિબંધ પ્રતિયોગિતા વગેરે નું આયોજન ભાગ રૂપે પાટણ જિલ્લાના ગણિત શિક્ષકોમાં પી. પી. જી. એકસ્પરીમેન્ટલ હાઇસ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ધનરાજભાઈ ઠક્કર અને સિદ્ધપુરની અભિનવ હાઇસ્કૂલના ગણિત શિક્ષક રૂપેશભાઈ ભાટિયાએ ઊંઝા તાલુકાના કરલી ગામમાં કરલી સરકારી પ્રા. શાળા અને માધ્યમિક – ઉ. મા. શાળાના બાળકોનો વૈદિક ગણિત વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કરલી ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળાના ગણિત શિક્ષકો, ગામના ગણિત રસિકો અને શાળાના વિદ્યાર્થીઓને વૈદિક ગણિતની વિવિધ પદ્ધતિઓ દ્વારા વિવિધ ગાણિતિક ક્રિયાઓ શીખવાડવામાં આવી.
આ કાર્યક્રમમાં કરલી ગામની પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ અશોકભાઈ પરમાર અને હાઇસ્કુલના પ્રિન્સીપાલ કલ્પેશભાઈ પટેલ અને ટ્રસ્ટના યુવાન અને ઉત્સાહી પ્રમુખ ઉર્વિશભાઈ પટેલ, અન્ય ટ્રસ્ટીશઓ અને ગ્રામજનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

બંને ગણિત તજજ્ઞોએ અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ૧૦૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રોફેસરોને વૈદિક ગણિતની ક્રિયાઓ શીખવવાના સેમિનાર અને ઓનલાઈન વેબિનાર કર્યા છે. આનંદ અને ઉદાહરણીય વાત તો એ છે કે, ઉર્વિશભાઈ ન્યૂઝીલેન્ડથી ગત વર્ષે વતન પરત આવ્યા હતા. તેઓ ત્યાં વૈદિક ગણિત જાતે શીખ્યા હતા. એમની ઈચ્છા એવી હતી કે, મારા ગામના બાળકોને વૈદિક ગણિત શીખવું. એ માટે તેઓ વેકેશનમાં પણ દરરોજ બે કલાક બાળકોને વૈદિક ગણિત અને અન્ય વિષયો શીખવાડે છે. વિદેશમાં રહેલી વ્યક્તિ વતન પ્રેમના કારણે ગામમાં રહીને ગામને આગળ લઈ જવાની વિવિધ પ્રવૃત્તિઓ ગામના સહકારથી કરી રહ્યા છે.

અહેવાલ : ભાવેશ ભોજક, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here