Home પાટણ પાટણમાં મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની કરી ઉજવણી…

પાટણમાં મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની કરી ઉજવણી…

146
0

પાટણ : 30 ઓગસ્ટ


હિંદુ ધર્મ સંસ્કૃતિમાં દરેક વ્રતોનું મહત્વ રહેલું છે. ત્યારે પાટણમાં મંગળવારે સૌભાગ્યવતી મહિલાઓએ કેવડાત્રીજ વ્રતની શ્રદ્ધા પૂર્વક પૂજા કરી હતી. વિવિધ મંદિરોમાં મહિલાઓએ વેરુના મહાદેવનું ચલિત લિંગ બનાવી તેની પર વિધિવત રીતે પૂજા કરી હતી.

● પાટણમાં મહિલાઓએ હર્ષોલ્લાસ સાથે કેવડા ત્રીજની કરી ઉજવણી
● વિવિધ શિવ મંદિરોમાં મહિલાઓએ વેરુના મહાદેવનું ચલિત લિંગ બનાવી કરી સામુહિક પૂજા
● મોટી સંખ્યામાં મહિલાઓએ પરી કેવડાત્રીજની પૂજા

ભાદરવા સુદ ત્રીજના દિવસે મહિલાઓ કેવડાત્રીજ વ્રત કરી તેની વિધિવત રીતે પૂજા કરે છે. આ વ્રતની પાછળ ધાર્મિક કથા વણાયેલી છે.ભગવાન શિવને મેળવવા માટે પાર્વતીએ જંગલમાં જઈ ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવી કેવડાથી આ લિંક પર પૂજા કરી હતી.ત્યારથી આ વ્રતની કેવડાત્રીજ વ્રત તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મંગળવારે શહેરના વિવિધ મંદિરોમાં મહિલાઓએ માટીમાંથી ભગવાન શિવનું પાર્થિવ લિંગ બનાવી તેના પર કેવડો ચઢાવી મંત્રોચાર સાથે પૂજા કરી પરિવારમાં સુખ-શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના કરી હતી.

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here