Home પાટણ પાટણમાં એકિ સાથે 1200 મહિલાઓએ સમૂહમાં આનંદ ગરબાની ધૂન બોલાવી…

પાટણમાં એકિ સાથે 1200 મહિલાઓએ સમૂહમાં આનંદ ગરબાની ધૂન બોલાવી…

105
0

પાટણ : 8 ઓગસ્ટ



ધમૅની નગરી પાટણ શહેરમાં શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં અનેક ધાર્મિક ઉત્સવો નાં આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ દ્વારા વિશ્વ ની કામના અર્થે રવિવાર ના શુભ દિને શાકાર પાર્ટી પ્લોટ ખાતે પાટણ શહેર માં કાયૅરત જુદા જુદા સમાજના 65 થી વધુ આનંદ ગરબા મંડળની 1200 થી વધું બહેનો ના સમુહ દ્વારા ભક્તિ સંગીત નાં સુમધુર સુરો વચ્ચે પવિત્ર આનંદ નાં ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલના સહયોગી થી આયોજિત કરવામાં આવેલ સમુહ આનંદ ગરબા માં વિવિધ ગરબા મંડળની બહેનો એ એકજ જેવાં વસ્ત્રો ધારણ કરી માતાજી નાં ગરબાને માથે મુકી ભક્તિ સંગીતના સુરો વચ્ચે આનંદનાં ગરબા ની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ ને ભક્તિ નાં રંગે રંગ્યુ હતું.તો આ સમૂહ આનંદ ગરબા માં જોડાયેલા વિવિધ ગરબા મંડળની બહેનો દ્વારા આગામી રક્ષાબંધન નાં પવિત્ર પવૅ ને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી અને સમૂહ આનંદ ગરબા નું સુંદર આયોજન કરનાર કે.સી.પટેલ ના દીર્ઘાયુષ માટે રક્ષા બાંધી બહેનો એ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

આનંદ ગરબાનાં આયોજન ને સફળ બનાવવા ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે સી પટેલ,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, સ્નેહલ પટેલ,વિરેશ વ્યાસ, ગૌરવ મોદી,કોર્પોરેટર જયેશભાઈ પટેલ,શાંતિભાઈ સ્વામી, જીતુભાઈ પટેલ,બહુચર આનંદ ગરબા મંડળના મહિલા અગ્રણી યોગીનીબેન વ્યાસ,જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતિબેન મકવાણા,પાટણ નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ દામિનીબેન પ્રજાપતિ, જ્યોત્સનાબેન પટેલ, માનસીબેન ત્રિવેદી,સહિત વિવિધ આનંદ ગરબા મંડળની બહેનો,ભાજપ મહિલા મોરચાની બહેનો,યુવા કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અહેવાલ : ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here