Home આણંદ નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે નવા વર્ષની ઉત્સાહ ઉમંગભેર...

નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે નવા વર્ષની ઉત્સાહ ઉમંગભેર ઉજવણી કરાઈ

201
0

આણંદ: 2 જાન્યુઆરી


નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જીટોડીયા ખાતે  વર્ષના છેલ્લા દિવસે વર્ષ 2022 ને વિદાય આપવા માટે બોન ફાયર દ્વારા આ વર્ષ દરમિયાન જે ખરાબ ઘટનાઓ બની તેના માટે અને જે સારી ઘટનાઓ બની તેના માટે પણ બાળકો દ્વારા નાટક રજૂ કરવામાં આવ્યું હતું.  ફાધર એડવિન એ જણાવ્યું હતું કે વર્ષ 2022 માં જે કંઈ ખરાબ ઘટનાઓ બની તેને ભૂલી જઈએ અને નવું વર્ષ 2023 ને આવકારીએ અને આપણે સૌ એકબીજા પ્રત્યે પ્રેમ રાખીએ માન આપીએ અને પ્રભુ ઈસુએ આપણને આપેલા ઉપદેશ પ્રમાણે નું જીવન જીવીએ…
મધ્યરાત્રીનો ખ્રિસ્તી યજ્ઞ  ફાધર અનટોન અપાએ  અર્પણ કર્યૉ હતો અને સમગ્ર માનવજાત એકબીજા ઉપર પ્રેમ રાખે અને સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે ખાસ વિશેષ પ્રાર્થના કરી હતી.
ચાવડાપુરા ચર્ચ ખાતે મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ અને નવા વર્ષ વચ્ચેના અઠવાડિયા દરમિયાન દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફાધર જગદીશ મેકવાન ફાધર એડવિન ફાધર ડોમેનિક અને સિસ્ટરોએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી
સૌ ખ્રિસ્તજનો એ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી…
નવા વર્ષના દિવસે ચર્ચ ખાતે ત્રણ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા..  આ પ્રસંગે દેવળને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું….
ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં બાળ ઈસુના જન્મની ઉજવણી રૂપે વ્યક્તિગત અને સામૂહિક ગભાડ હરિફાઈ યોજવામાં આવી  હતી આ ઉપરાંત ડેકોરેશનની પણ હરીફાઈ યોજવામાં આવી હતી કમિટી દ્વારા દરેકના ઘરની મુલાકાત લઈ જે લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં પ્રથમ ત્રણ આવનારને મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાનના હસ્તે તેમને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું
ફાધર જગદીશ મકવા ને જણાવ્યું હતું કે આજે નવા વર્ષમાં કંઈક નક્કી કરો સંકલ્પ કરો અને તે પ્રમાણે ગત વર્ષોમાં આપણાથી જે કંઈ ભૂલો થઈ હોય તે ભૂલોનું પુનરાવર્તન ન કરીએ પણ એક સાચા ખ્રિસ્તી તરીકે જીવન જીવીએ અને પ્રભુ ઈસુનો સાચા પ્રેમને માફીનો સંદેશો પહોંચાડીએ….

અહેવાલ : પ્રતિનિધિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here