Home અમદાવાદ નવનિર્મિત પોલીસ સ્ટેશન પર શ્વાનનો અડીંગો !!!! …. કેમ હજુ સુધી પોલીસ...

નવનિર્મિત પોલીસ સ્ટેશન પર શ્વાનનો અડીંગો !!!! …. કેમ હજુ સુધી પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં વિલંબ ???

128
0

સામાન્ય રીતે દરેક વ્યક્તિને ખબર છે કે પોલીસ સ્ટેશન એ પ્રજાની મુશ્કેલીના હલ માટે હોય છે. પોલીસ સ્ટેશન એ શહેરમાં થતાં ગુનાઓને અટકાવતી એક સાંકળ છે કે જ્યાં ગુનાખોરોને સજા આપવામાં આવે છે. ત્યારે આજે વાત કરવી છે એવા પોલીસ સ્ટેશનની. જે કેટલાય મહિનાથી શોભાના ગાંઠિયા સમાન છે.

અમદાવાદ શહેરની મધ્યમાં બનાવવામાં આવેલું શહેર કોટડા પોલીસ. જે પોલીસ સ્ટેશનનું ઘણાં સમયથી નિર્માણનું કામ ચાલી રહ્યું હતું અને પોલીસ સ્ટેશનનાં નિર્માણ થયાને પણ કેટલોય સમય વિતી ગયો છે. પરંતુ નવાઇની વાત એ છે કે હજુ સુધી આ નવનિર્મિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં રાજ્ય સરકાર અને પોલીસતંત્ર દ્વારા કોઇ રસ દાખવવામાં આવ્યો નથી. ત્યારે હાલ તો આ પોલીસ સ્ટેશનમાં શ્વાનનો અડીંગો જોવા મળી રહ્યો છે. તેમજ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ઘાસ ઉગી નીળતા જંગલ જેવો વિસ્તાર છવાઇ ગયો છે. ઉપરાંત પોલીસ સ્ટેશનને જોઇએ તો તેનાં દરવાજા પર કેટલાય સમયથી તાળા લાગેલાં છે. તેમજ તેની કાળજી લેવામાં તંત્રએ કોઇ તસ્દી લીધી નથી. તેથી હવે આ પોલીસ સ્ટેશન રામ ભરોસે થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે આ નવું બનાવેલું પોલીસ સ્ટેશન એ જુના શહેર કોટડા પોલીસ સ્ટેશનની નજીક આવેલું છે અને શહેરની વચ્ચોવચ આવેલું છે. મળતી માહિતી મુજબ શહેરમાં પોશ વિસ્તારમાં કામ બાકી હોય ને ઉદ્ઘાટન કરી દેવામાં આવે છે તો કેમ આટલા સમયથી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું નથી. તેની પાછળ શું સમસ્યા કે શું કોઇ રહસ્ય છે. તે તો આવનારો સમય જ બતાવી શકે છે…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here