Home રાજ્ય નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબાર...

નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબાર યોજાયો

351
0

નર્મદા: 21 માર્ચ


નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની અધ્યક્ષતામાં તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ લોક દરબાર દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.અને લોકોને પડતી સમસ્યાઓ સાંભળી તે સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે લોકોને આશ્વાસન આપ્યું હતું.ઉપરાંત પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે કોઈ પણ સમસ્યા હોય તો નિઃસંકોચ પોલીસને જાણ કરવા માટે પ્રશાંત સુંબેએ લોકોને અપીલ કરી હતી

ઉલ્લેખનીય છે પોલીસ વિભાગ હંમેશા પ્રજાની સેવામાં હોય છે અને પ્રજાની તકલીફો દૂર કરવા માટે પોલીસ વિભાગ તરફથી કામગીરી કરવામાં આવતી હોય છે.આ કામગીરી વધુ વેગવાન બને અને પોલીસ સાથે પ્રજાનો સબંધ સચવાય અને વિસ્તારમાં પડતી દરેક તકલીફો દૂર થાય ઉપરાંત વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશ્ય સાથે તિલકવાડા પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું.આ લોક દરબારમાં પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સાથે લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તારમાં નાની મોટી સમસ્યાઓ વિશે માહિતી મેળવી દરેક સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવવા માટે આશ્વાસન આપ્યું હતું.ઉપરાંત વિસ્તારમાં ઝેરી દવા પીવાની બનતી ઘટનાઓને અટકાવવા અને આ ઘટનાઓનુ મુખ્ય કારણ શોધી આવી ઘટનાઓને રોકવા, લોકોની જિંદગી બચાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ લોક દરબારમાં ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.

આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબેએ જણાવ્યું હતું કે તિલકવાડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા આસપાસના ગ્રામજનો અને આગેવાનોએ ઉપસ્થિત રહી પોલીસની સારી કામગીરી અને સુચનો અને વિવિઘ રજુઆતો વિશે જણાવવામાં આવ્યું હતું. લોકો દ્વારા કરાયેલી રજુઆતો આવનારા સમયમાં નર્મદા જિલ્લા પોલીસ તરફથી પૂર્ણ કરવામાં આવશે એ આશ્વાસન આપી લોકદરબાર પૂર્ણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ : વિશાલ મિસ્ત્રી, રાજપીપળા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here