કાલોલ: 23 જાન્યુઆરી
કાલોલ તાલુકા પંચાયત ના યુવા અને ઉત્સાહી પ્રમુખ જયદેવસિંહજી ઠાકોર ની “સહકાર ભારતી” ના ડિરેક્ટર તરીકે નિમણૂંક થતાં “નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ” દ્વારા કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કરી ફૂલહાર તથા પૂષ્પગુચ્છ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું.

આજના કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ અતુલ ભાઈ પંડ્યા, રાજેશ ભાઈ પરમાર, યુવા અધ્યક્ષ વાઘા ભાઈ ભરવાડ, મહિલા અધ્યક્ષ ભારતી બેન જોષી, મમતાબેન ભટ્ટ, તાલુકા હોદ્દેદારો ભારતસિંહ, છત્રસિંહ, નગર ના અગ્રણી હસમુખભાઈ મકવાણા (વકીલ) વગેરે ઉપસ્થિત રહ્યા
હતા.



















