Home સુરેન્દ્રનગર થાનમાં પાંચ દિવસે પાણી આવતા ભર ઉનાળે લોકોને હાલાકી

થાનમાં પાંચ દિવસે પાણી આવતા ભર ઉનાળે લોકોને હાલાકી

126
0

થાન: 20 મે


થાનગઢ નગરપાલિકા દ્વારા પાંચ દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતા લોકો પરેશાન થઇ રહ્યા છે.જેના કારણે જરૂરીયાત સમયે લોકોનેએક કિમી દુર સુધી નર્મદાના વાલ્વમાંથી પાણી ભરી લાવવા મજબુર થઇ રહ્યા છે.આ અંગે રજૂઆતો છતા સમસ્યા હલ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.

થાનગઢમાં ભર ઉનાળે પાણીના પોકારો ઉઠ્યા છે.જેમાં પાલિકા દ્વારા પાંચ દિવસે એક વખત પાણી વિતરણ કરવામાં આવતા લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જેના માટે દુર દુર સુધી પાણી માટે લોકોને વલખા મારવા મજબુર બન્યા છે.આ અંગે થાન કોંગ્રેસ શહેર પ્રમુખ મંગળુભાઇ ભગત, પાલિકાના વિરોધપક્ષના નેતા બાપાલાલ ઝાલાએ જણાવ્યુ કે થાન પાલિકા દ્વારા લોકોને ઘેરઘેર નળથી પાણી આપવાની વાતો વચ્ચે હાલ પાંચ દિવસે એક વાર પાણી વિતરણ કરાતા પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે.જેના કારણે શહેરી જનોને પાણીની મુશ્કેલીઓ દુર કરવા માટે શહેરના આજુબાજુ વિસ્તારમાં ભર ઉનાળે તડકામાં એકથી દોઢ કિમી દુરથી નર્મદાના વાલ્વમાંથી જતુ પાણી ભરી વાપરવા મજબુર થવુ પડે છે.આ અંગે અનેક વાર રજૂઆતો કરવા છતા થાન શહેરમાં સમસ્યા જેમની તેમ છે.આ અંગે પાલિકા પ્રમુખ લીનાબેન ડોડીયા જણાવ્યું કે અમુક જગ્યાએ પાણીનો લાઈનમાં નુકશાન હોવાથીરીપેરીંગ કામ ચાલુ હતું.જ્યારે પીજીવીસીએલ પોતાની લાઈટના થાંભલા લાઈવ રીપેરીંગનું કામ ચાલુ હોવાથી અમારા થોડી મુશ્કેલી પડે છે. છતા ઝડપી કામ કરાવી લોકોની સમસ્યા દુર કરવામાં આવશે.
)થાનમાં પાંચ દિવસે પાણી આવતા લોકો નર્મદાના વાલ્વસુધી જઇ પાણી ભરવા મજબુર થયા છે.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here