Home સુરેન્દ્રનગર થાનગઢ તાલુકા નાં સરોડીપ્રાથમિક શાળાના શિક્ષકની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી

થાનગઢ તાલુકા નાં સરોડીપ્રાથમિક શાળાના શિક્ષકની ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી

147
0

સુરેન્દ્રનગર: 11 જાન્યુઆરી


સુરેન્દ્રનગર રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો શ્રેષ્ઠ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ આગામી તારીખ 18 જાન્યુઆરી 2023ને બુધવારે મોરારીબાપુ દ્વારા એનાયત થશે.સને 2000ની સાલથી પ્રારંભાયેલા આ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રતિવર્ષ અર્પણ થાય છે. આ દિવસે તલગાજરડા તાલુકો મહુવાની કેન્દ્રવતી શાળા – ચિત્રકૂટ ધામ ખાતે કુલ મળીને ૩૩ પ્રાથમિક ભાઈ-બહેનો ની મોરારીબાપુ દ્વારા આ એવોર્ડ આપીને વંદના કરાશે.જેમાં રાજ્યના33 જિલ્લા એક પ્રાથમિક શિક્ષકને આ એવોર્ડ અપાશે.જેમાં રાજ્યભરના બે લાખ પ્રાથમિક શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શિક્ષક પસંદગી કરવાનું કાર્ય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નિભાવે છે.ત્યારે થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળામાં 2004થી શિક્ષક તરીકે કેતનકુમાર રજનીકાંતભાઈ ગદાણીની પસંદગી કરાઇ છે. આથી મોરારીબાપુ દ્વારા રૂ.25000નો ચેક, કાળી કામળી, સૂત્રમાલા, રામનામી તેમજ સન્માન પત્રથી સન્માનિત તથા સીતારામ બાપુ અધેવાડા દ્વારા પણ પુરસ્કૃત શિક્ષકોને શાલ, સુંદરકાંડ પુસ્તકથી સન્માનિત કરાશે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here