Home સુરેન્દ્રનગર થાનગઢમાં ગેરકાયદેસર ફરતા ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લોકો પરેશાન

થાનગઢમાં ગેરકાયદેસર ફરતા ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લોકો પરેશાન

81
0
સુરેન્દ્રનગર : 19 ફેબ્રુઆરી

થાનગઢ શહેરમાંથી દરરોજ 200થી વધુ ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો નિકળે છે
પોલીસ અને અને તંત્રની મીઠી નજર હેઠળ આ બધુ થાય છે.:શહેર કોંગ્રેસ પ્રમુખ
થાન
થાનગઢમાં ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરોના ત્રાસને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.જેમાં શહેરમાં દરરોજે 200થી વધુ ગેરકાયદેસર ખનીજ ઓવરલોડ ભરેલા ડમ્પરો નિકળતા હોવાની રાવ ઉઠી છે.જ્યારે આ બધુ પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ થતુ હોવાનો શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા દોડધામ મચી છે.


થાનગઢએ ખનીજ સંપતિથી સમૃધ્ધ વિસ્તાર હોવાથી અહીં ભુમાફીયાઓ ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને વહન કરતા હોય છે.જેમાં કોઇ પણ જાતની પાસ પરમીટ વગર કુદરતી સંપદા લુંટી માલામાલ થઇ સરકારી તીજોરીને નુકશાન પહોંચાડતા હોવાની રાવ ઉઠી છે.જયારે આ બધુ તંત્ર અને પોલીસની મીઠી રહેમ નજર હેઠળ ચાલતુહોવાના કોંગ્રેસ શહેર પ્રમુખે આક્ષેપ કર્યા હતા.આ અંગે થાન કોંગ્રેસ શહેર પ્રમુખ મંગળુભાઇ ભગતે જણાવ્યુ કે થાનગઢ પોલીસ સ્ટેશનમાં 1 મહિના પહેલા પોલીસ દ્વારા અલગ અલગ વિભાજન કરવા માં આવ્યું હતું. જયારે આ બાબતે છેલ્લા 1 મહિનાથી ભુ-માફિયા માં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં 4 ભાગમાં એટલે કોલસાના ખાડા, રેતી – માટી, કોલસાની ગાડી અને દારૂ જુગાર અંગે વહીવટી તંત્ર નું વિભાજન થોડાક દિવસો પહેલા કરવામાં આવ્યું હતું.

 

જયારે આ વિભાજનને કારણે થાનગઢ પોલીસ તંત્ર માં વહીવટી ને લઈ અંદરો અંદરો હલચલ મચી જવા પામી હતી જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ભુ-માફિયા સાથે અવારનવાર વહીવટી સાથે બેઠકો કરવામાં આવી રહી હતી જે ના કારણોસર છેલ્લા 15 દિવસ થી અંદરો અંદરો પોલીસના વહીવટી તંત્ર ને વારંવાર ભુ – માફિયા સાથે બોલા ચાલી પણ થવા પામી છે તેવું થોડા દિવશો પહેલા સમાચારો માં સાંભળવા મળ્યું હતું આ સમય દરમિયાન ખાણ ખનીજ સુરેન્દ્રનગરના અધિકારીઓઝાની સુચનાથી વહેલી સવારે થાનગઢ ખાતે કાર્બોશેલ, ચાઈનાકલે ટ્રક ગેરકાયદેસર રીતે ખનીજ વહન અંગે પકડ્યા હતા. જે થાનગઢ પોલીસ સ્ટેશન કબ્જો સોંપેલ તેમજ થાન-ચોટીલા રોડ ખાતે એક હિટાચી મશીન ટાટા કંપની નું કેસરી કલરનું ગેરકાયદેસર સેન્ડસ્ટોન ખનન કરતુ હોઈ જે પકડી સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ જેમાં ઉપરોક્ત કામગીરી દરમ્યાન અંદાજિત કુલ 90 લાખ નો મુદ્દામાલ પકડ્યો હતો. આ અંગે મામલતદાર આર.એસ.લાવડીયાએ જણાવ્યુ કે થાનમાં ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરો સામે કાર્યવાહી કરાશે અને જેતે વિભાગે આ અંગે જાણ પણ કરાશે.
થાનમાં ગેરકાયદેસર ઓવરલોડ ડમ્પરો નિકળતા હોવાની બુમરાડો ઉઠી છે.

 

 


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here