Home ગીર સોમનાથ તાલાલા તાલુકાના આંબળાશ ગીર પાસે દિપડા-દિપડી વચ્ચે ઈનફાઈટ માં દિપડીનું મૃત્યુ

તાલાલા તાલુકાના આંબળાશ ગીર પાસે દિપડા-દિપડી વચ્ચે ઈનફાઈટ માં દિપડીનું મૃત્યુ

112
0

ગીર સોમનાથ : 23 જાન્યુઆરી


તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ૬૬ કે.વી.પાસેથી ઈન ફાઈટમાં મરણ પામેલ દિપડીનો મૃતદેહ મળતા વન વિભાગનો સ્ટાફ બનાવના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે આંબળાશ ગીર ગામે ૬૬ કે.વી.સબ સ્ટેશન પાસે દિપડીનો મૃતદેહ પડ્યો હોવાની તાલાલા વન વિભાગની કચેરીને વિગત મળતા એ.સી.એફ.શ્રી શૈલેષ કોટડીયા,આર.એફ.ઓ.શ્રી કે.એન.ખેર,વનપાલ શ્રી એમ.વી.પરમાર,ફોરેસ્ટ ગાર્ડ શ્રી એસ.બી.પરમાર સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી જઈ મરણ પામેલ દીપડીનો મૃતદેહ કબજે કરી સાસણ લાયન હોસ્પિટલમાં મોકલેલ જ્યાં વેટરનરી ઓફિસરે દિપડીના મૃતદેહ નું પી.એમ.કરી આપેલ પ્રાથમિક અહેવાલમાં દિપડીને ગળાના ભાગે અન્ય વન્ય પ્રાણી દ્રારા ગંભીર ઈજા થયેલ હોવાનું જણાવ્યું હતું,ઈનફાઈટ માં મરણ પામેલ દિપડી ની ઉંમર અંદાજે ૧૨ વર્ષની હોવાનું વેટરનરી ઓફિસરે ઉમેર્યું હતું.
તપાસ દરમિયાન બનાવના સ્થળેથી બીજા દિપડાના ફુટ માર્ક પણ વન વિભાગના સ્ટાફ ને મળેલ હતા,તાલાલા વન વિભાગ ઈનફાઈટ માં મરણ પામેલ દિપડીના મૃતદેહ ની જરૂરી કાર્યવાહી કરી આગળ ની વધુ તપાસ ચલાવે છે.

અહેવાલ : મહેશસિંહ ડોડીયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here