કચ્છ: 19 જાન્યુઆરી
હાલમાં ક્ચ્છ જિલ્લામાં તીવ્ર ઠંડી પડી રહી છે ત્યારે ઠંડીમાં ઠુઠવાત લોકો માટે અંજારના સચિદાનંદ મંદિરના સેવાભાવી મહંત ત્રિકમદાસજી મહારાજ આગળ આવ્યા છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરીબ લોકોને ગરમ વસ્ત્રો,ધાબળા આપી રહ્યા છે
ગરીબોના ઝૂંપડા સુધી જઈને ધાબળા આપી રહ્યા છે
કોઈપણ જગ્યાએ ગરીબોને ધાબળાની જરૂરિયાત હોય તો તેમને સત્વરે પહોંચાડી રહ્યા છે
આ ઉપરાંત ગરમ વસાણાં આપવામાં આવી રહ્યા છે
ગાયો અને શ્વાન,તેમજ અન્ય પશુ પક્ષીઓને ગરમ વસાણાં આપવામાં આવી રહ્યા છે ,જેથી કરીને અબોલ પશુઓ ઠંડીથી સારી રીતે રક્ષણ મેળવી શકે
આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.