Home સુરેન્દ્રનગર ઝાલાવાડમાં બે વર્ષ બાદ ઐતિહાસીક તરણેતરના મેળામાં 577 સ્ટોલ લાગશે

ઝાલાવાડમાં બે વર્ષ બાદ ઐતિહાસીક તરણેતરના મેળામાં 577 સ્ટોલ લાગશે

217
0

સુરેન્દ્રનગર: 24 ઓગસ્ટ


મેળાના સ્ટોલની રૂ.60 લાખની આવક થવાનો અંદાજ
તા.31 ઓગષ્ટથી ભાતીગળ મેળાનો રંગારંગ પ્રારંભ થશે
મેળામાં લમ્પીને કારણે પશુ મેળો નહી યોજાય.

સ્ટોલ ધારકોએ સેફ્ટી અને રાઇડ ધારકોએ ફિટનેશ સેફ્ટીની ફરજીયાત મંજુરી લેવી પડશેકુંડમાં લોકો ડુબવાના બનાવ અટકાવવા તરવૈયાની ટીમ તૈનાત રહેશે

ઝાલાવાડની આગવી ઓળખ એટલે ભોળાનાથ ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે યોજાતો તરણેતરીયો મેળો.પાંચાળની પવિત્ર ભૂમીના લોકજીવનની સાથે અર્જુને કરેલા મત્સવેધ ના ઉજળા ઇતિહાસ સાથે જોડાયેલા તરણેતરના મેળામાં ગંગાજીનું અવતરણ થતુ હોવાની પણ લોક માન્યતા છે. દેશ વિદેશમાં ખ્યાતી ધરાવતા તરણેતરનો મેળો કોરોનાના કપરા સમય બાદ બે વર્ષે યોજાઇ રહયો છે. મેળાના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ વર્ષે મેળામાં 577 સ્ટોલ બનાવવામાં આવ્યા છે. જેની હરરાજી આજે થશે.
ઝાલાવાડમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં ભકિતની સાથે મેળામાં મોજ માણવાની મૌસમ ખીલે છે.

જન્માષ્ટમીના લોક મેળા પુર્ણ થઇ ગયા બાદ તુરંત જ તરણેતરીયા મેળાના શરૂઆતનો ધમધમાટ શરૂ થઇ જાય છે.બે વર્ષ બાદ તરણેતરનો મેળો યોજાઇ રહયો છે જેના માટે તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. મંગળવારે જિલ્લા કલેકટર કે.સી.સંપટ, અને એસપી હરેશભાઇ દુધાતે તરણેતરમાં મેળા માટે એક બેઠક યોજી હતી. જેમાં આ વર્ષે મેળામાં કુલ 577 સ્ટોલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.બુધવારે તેની હરરાજી યોજાનાર છે. જેમાં રૂ.60 લાખથી વધુની આવક થવાની આશા બંધાઇ રહી છે. આ વર્ષે તરણેતરીયો મેળો તેની આગવી ઓળ સાથે જ યોજાશે.લાખોની સંખ્યામાં મેળાના માણીગરો આવવાનો અંદાજ છે. ત્યારે લમ્પીને કારણે આ વખતે પશુ મેળો નહી યોજાય.બાકીના તમામ કાર્યક્રમો પરંપરાગત રીતે યોજાશે. જ્યારે મેળામાં સ્ટોલ અને રાઇડ ધારકોએ સેફ્ટી માટે કાગળો રાખવા પડશે જનરેટર ફરજીયાત રાખવા પડશે અને સેફ્ટી ફીટનેશ અંગે રાઇડ માલીકોએ મંજુરી લેવી પડશે.જ્યારે મંદિર કુંડમાં સમુહ સ્નાન વખતે લોકો ડુબવાના બનાવ બને તો અટકાવવા તરવૈયાની ટીમ તૈનાત રહેશે.

પહેલીવાર સમગ્ર મેળામાં સીસીટીવી કેમેરા લાગશે
તરણેતર મેળામાં પોલીસની તીસરીઆંખ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.આ હાઇટેક કેમેરા તમામ મેળાનું વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવશે આ કેમેરાનું તમામ રેકોર્ડીંગ મેળા કમીટી રાખશે.જયારે વીજપુરવઠા માટે૧૦/ વધારે પીજીવીસીએલ દ્વારા ટીસી મૂકવામાં આવશે.

મેળાની સુરક્ષામાં પોલીસ બળ તૈનાત રહેશે
ઐતિહાસીક તરણેતરમેળાની સુરક્ષા માટે પોલીસ તંત્ર સજાગ બન્યુ છે.આથી મેળામાં 15 ડી વાય એસ પી, 30 પીઆઇ, 130 પીએસઆઇ, 20 ઘોડે સવાર 1500 પોલીસ જવાન, ચાર બટાલીયન એસ આર પીની તૈનાત કરવામાં આવશે.

મેળામાં આ કાર્યક્રમો યોજાશે
તરણેતર મેળામાં તા.31 ઓગષ્ટ બુધવારે સવારે ધ્વજાપુજન પાળીયાદ વિસામણ બાબપુની જગ્યા મહંત નિર્મળાબા ઉડનબાપુ કરાવશે 11-30 કલાકે મુખ્ય મંદિરે ધ્વજાપુજન યોજાશે.જ્યારે રાત્રે તંત્ર દ્વારા લોકડાયરાનું આયોજન કરાશે.તા1 સપ્ટેબરે મહારાણા કરણસિંહજીના પ્રપોત્ર યશપાલસિંહજી ત્રિનેત્રેશ્વર મંદિરે ધજા સવારે 6 કલાકે ચડાવશે.

થાનગઢ તરણેતર ગામે મેળામાં ફાળવણી માટે બ્લોકની તૈયારીને આખરી ઓપ અપાયો હતો.
થાનગઢ તરણેતર મેળાના આયોજન માટેકલેક્ટર અને સરકારી અધીકારીઓએ આવ્યા હતા.

અહેવાલ સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here