Home અમદાવાદ જામનગરમાં પોલીસ દ્વારા સગીરને માર મારવાનો કેસ…. કોર્ટે કહ્યું બ્રિટિશ સમયમાં...

જામનગરમાં પોલીસ દ્વારા સગીરને માર મારવાનો કેસ…. કોર્ટે કહ્યું બ્રિટિશ સમયમાં કહેવાતું કે ભારતમાં ત્રણ દાદા… હનુમાન દાદા, ગણપતિ દાદા અને પોલીસ દાદા ….

107
0

જામનગરના કાલાવાડમાં જેટકો કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખવા મુદ્દે ખેડૂત પરિવારના સભ્યો અને સગીર દ્વારા વિરોધ કરાતા સરકારી કામમાં રુકાવટ બદલ તેની ફરિયાદ પોલીસને અપાઈ હતી. જેમાં પોલીસે સગીર તેમજ અન્ય એક પરિવારના સભ્યને ઉઠાવીને માર માર્યો હતો. જે મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સગીરના પરિવાર દ્વારા એડવોકેટ અનિલ રાઠોડ મારફતે આ ફરિયાદ રદ્દ કરાવવા અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર જજ સમીર દવેની કોર્ટમાં સુનવણી હાથ ધરવામાં આવી હતી. ગત સુનવણીમાં કોર્ટે જામનગર પોલીસનો ઉધડો લીધો હતો. તેમજ કોર્ટના ઓર્ડરની નકલ રાજ્ય પોલીસ વડાને પણ મોકલી આપી હતી. તેમજ જામનગર DSP ને જવાબ કોર્ટમાં ઉપસ્થિત થવા જણાવ્યું હતું.

આજની સુનવણીમાં કોર્ટ સમક્ષ વિડિઓ રજૂ કરાયા હતા. જેમાં પ્લાસ્ટિકનો દંડો લઈને લોકો દોડતા જોવા મળે છે. કોર્ટે પબ્લિક પ્રોસિક્યુટરને કહ્યું હતું કે તમે અરજદારને પોલીસ દ્વારા જે માર મારવામાં આવ્યો તેના ફોટા જોયા છે ? અરજદારે જ્યાં સારવાર લીધી તે મેડિકલ એક્ઝામીનેશનના રિપોર્ટ જોયા છે ? શું DSP ની ઓફીસ એ પોસ્ટ ઓફીસ છે કે જ્યાં કોઈ પણ અરજી આવે એટલે જે-તે પોલીસ સ્ટેશનના PI ને મોકલી દેવાની. DSP એ મેટરમાં જોયું કે તેમાં શુ હતું ? સગીરને જે ભાગે માર મારવામાં આવ્યો છે તે ચોક્કસ ભાગે પોલીસ જ માર મારી શકે બીજા કોઈની તાકાત નથી. કોર્ટ ઓર્ડર આપશે કે અરજદાને જવાબદાર પોલીસ અધિકારીઓના ખીસ્સામાંથી વળતર ચૂકવાય.

કોર્ટે જામનગર DSP ને પણ કહ્યું હતું કે ગુન્હો થયો અને પોલીસે FIR રજીસ્ટર કરી તે બરોબર પણ કયા પાવર નીચે તમે સગીરાને માર માર્યો ? તમે આ ઘટનામાં સંડોવાયેલ પોલીસ કર્મચારીઓ સામે FIR દાખલ કરો. આ વાતને સિરિયસ લો…કોર્ટે કહ્યું બટુ કે બ્રિટિશ સમયમાં કહેવાતું કે દેશમાં ત્રણ દાદા છે ગણપતિ દાદા, હનુમાન દાદા અને પોલીસ દાદા પરંતુ હવે દેશ આઝાદ થયો છે. દેશમાં કાયદાનું સાશન પ્રવર્તે છે. કોર્ટને જામનગર DSP સબમિટ કરેલ રિપોર્ટથી સંતોષ નથી. 07 જુલાઈએ વધારે રિપોર્ટ સબમિટ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here