Home સુરેન્દ્રનગર ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની...

ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા

132
0

સુરેન્દ્રનગર: 25 જાન્યુઆરી


સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર

– ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અગાઉ ચુંટણીમાં સરપંચનું ફોર્મ ભરવાની ના પાડવા છતાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા, જાતે. ત.કોળી, ઉ.વ.49, રહે-શેખલીયા, તા. ચોટીલાને શેખલિયા ગામના રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયા, ગાંડુભાઇ ભીમાભાઇ કુમરખાણીયા અને ભારતભાઇ રજનીભાઇ કુમરખાણીયાને પાછળથી આવી ગળેથી દબોચી લઇ નીચે પાડી દઇ રજનીભાઇ ગાંડુભાઇ કુમરખાણીયાએ ધારદાર કુહાડીનો ઘા માથામાં ઝીંકી દઇ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. બાદમાં ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયાને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

જેમાં સરપંચની ચુંટણીમાં ફોર્મ ભરવા બાબતે ચાલતી હતી બબાલ અંતે હત્યા સુધી પહોંચતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ઈજાગ્રસ્ત હાલતમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાને પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં સારવાર પૂર્વે જ રાજકોટના ચોટીલાના શેખલીયા ગામે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવા બાબતે કુહાડીના ઘા ઝીંકી આધેડની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જેમાં આધેડ ગોવિંદભાઈ ગોળયાનું સારવાર દરમિયાન કમકમાટીભર્યું મોત થતાં પોલીસે હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી નાસી છૂટેલા ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ચોટીલા પીએસઆઇ ચલાવી રહ્યાં છે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here