પંચમહાલ : 6 મે
પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ અંતરિયાળ વિસ્તાર ના વાવકુલ્લી ગામમાં બાળકી પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો પંથકમાં દીપડાની દહેશત યથાવત છે ત્યારે આ પંથકમાં અવારનવાર દીપડાઓ મનુષ્યો પર હુમલો કરતા હોય છે જેમાં આજે સવારે બે માસની માસુમ બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો.
મળેલ માહિતી મુજબ વાવકુલ્લી ગામના ડુંગર ફળિયામાં રહેતા દિનેશભાઈ ભલાભાઈ નાયકની બે માસ ની માસૂમ બાળકી તેની માતા વર્ષાબેન સાથે સવારના સાડા પાંચ વાગ્યાની આસપાસ માતા અને પુત્રી મીઠી ઊંઘ માણી રહ્યા હતા તે દરમિયાન અંધારાનો લાભ લઇ અચાનક જ દીપડો ખાટલા માં સુતી બે માસની બાળકી દુર્ગાબેન દિનેશભાઈ નાયક પર તરાપ મારી હુમલો કરીને બાળકીને ઢસડીને ડુંગર તરફ લઈને ભાગી ગયો હતો અને પરિવારના લોકો જાગી જતા બુમાં બુમ કરી મુકતા સદ્ નસીબે દીપડાએ બાળકીને મોતના મોઢા માંથી બાળકીને મૂકીને જંગલમાં ભાગી ગયો હતો અને હાથના ભાગે તેમજ પેટ તથા ગાલના ભાગે માનવભક્ષી દીપડાએ પોતાના તિક્ષ્ણ નખ વડે ઈજાઓ પહોંચાડી હતી અને સમગ્ર ઘટના નો બનાવ બનતા આજુબાજુના ગ્રામજનો દોડી આવતા ૧૦૮ એબ્યુલન્સને ફોન કરતા ૧૦૮ ઘટના સ્થળે દોડી આવી હતી અને ૧૦૮માં પાઈલોટિંગ કરતા જીગર બારોટ તેમજ PM,Dr. દિનેશ ઉપાધ્યાયએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક સારવાર આપી હતી અને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ખસેડડવામાંઆવ્યા