Home ગોધરા ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બુસ્ટર ડોઝ વેક્સિનેશનનો કાર્યક્રમ...

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે બુસ્ટર ડોઝ વેક્સિનેશનનો કાર્યક્રમ યોજાયો

152
0

પંચમહાલ: 2 ઓગસ્ટ


એનએસએસ વિભાગના વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું

તારીખ 2-8 -2022 ના રોજ ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા બુસ્ટર ડોઝ વેક્સિનેશન નો પ્રોગ્રામ રખાવ્યો હતો. સવારે 10 વાગ્યાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ કે જેમણે ત્રીજો ડોઝ લેવાનો હતો તેવા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી મુકાવી હતી અને રસીકરણના કાર્યક્રમને વેગ આપ્યો હતો. સરકારશ્રી દ્વારા હાલ ત્રીજો ડોઝ પણ સામાન્ય નાગરિકો માટે ફ્રી કરી આપવામાં આવ્યો છે ત્યારે આજે વિદ્યાર્થીઓએ કોલેજ અને યુનિવર્સિટીના સ્ટાફ મેમ્બર્સ ઉપરાંત વાલીઓએ પણ રસીકરણનો લાભ ઉઠાવ્યો હતો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલસચિવ ડો અનિલ સોલંકી સાહેબે પણ ખાસ ત્રીજો ડોઝ લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એનસીસી ઓફિસર જોગરાણા સાહેબ, કેમેસ્ટ્રીના ડો મુકેશ ચૌહાણ સાહેબ, ડો મિલનબેન લાકડાવાળા, ફિઝિક્સ વિભાગના ડો રાજીવ વૈદ, લો કોલેજના ડો સતીશ નાગર ઉપરાંત કાકણપુર કોલેજના ડો સાબતસિંહ સાહેબે રસી મુકાવેલી હતી.

કાલોલ કોલેજના શ્રી મયંક શાહ ઉપરાંત મોરવા હડફ કોલેજના ડો ચિંતન જાની સાહેબે પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં ખાસ વેક્સિનેશન પ્રોગ્રામના પંચમહાલના કોર્ડીનેટર ડો. નીલા ગોસાઈ ઉપરાંત નર્સિંગ સ્ટાફમાં સેજલબેન અને પ્રાથમિક હેલ્થ સેન્ટર સાંપા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. રૂપેશ નાકર દ્વારા થયું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. એમ બી પટેલ સાહેબે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં એસવાય અને ટીવાય ના એનએસએસના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ પૂર્ણ સહયોગ આપ્યો હતો અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.

અહેવાલ કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here