Home સુરેન્દ્રનગર ગુરૂગેબીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે પુર્વમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

ગુરૂગેબીનાથ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં બીજા દિવસે પુર્વમુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા

162
0

થાન: 20 મે


દેને કો ટુકડા ભલા, લેને કો હરીનામની ગેબીપરંપરા આજેપણ અંકબંધ : વિજય રૂપાણી

થાનગઢમાં પાંચ કરોડના ખર્ચે ગુરૂગેબીનાથના મંદિરનું નવનિર્માણ કરાયુ છે.જેમાં બીજા દિવસેસ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ, સંતવાણી યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં થાન સહિત ગુજરાતભરમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા.આજે પુજાસ્થાપન, પ્રાણપ્રતિષ્ઠા સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે મહોત્સવની પુર્ણાહુતી કરાશે.
થાનગઢમાં અનેક લોકોના આસ્થા સ્થાન અને પવિત્ર સ્થળ એવુ ગુરુ ગેબીનાથ જે પચાળ ભુમિના પુરાણોકત માનુ એક પરમ પુજય ગુરુ ગેબીનાથ તથા મેપાબાપુને જાદરાભાપુ આ પવિત્ર સ્થળનનું પાંચ કરોડના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યુ છે.જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બુધવારના રોજથી શરૂઆત કરાયો હતો.જેના બીજા દિવસે ગુરૂવારે સ્થાપિતપુજન, જલાધિવાસ, ધાન્યાધિવાસ, શૌયાધિવાસ યોજાઇ હતી.આ પ્રસંગે ઉપસ્થિત પુર્વમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુકે દેનેકો ટુકડા ભલા લેનેકો હરીનામ પરંપરા આજે પણ અંકબંધ અહીં આવવાનો બીજીવાર મોકો મળ્યો અહીં અનેરો આનંદ અનુભવ થાય છે.સરપંચ તરીકે પ્રખ્યાતઆલકુભગત મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઇ જાય ત્યાં સુધી ગુરૂગેબીનાથની જગ્યામાં રહેવાનો અટલ સંકલ્પ લીધો હતો.જે ખરેખર ગુરૂગેબીનાથની કૃપા છે.જ્યારે રાત્રે સંતવાણીમાં રામદાસ ગોંડલીયા, પરસોતમ પરી, શૈલેષ મહારાજ, ગોવિંદભા પાલીયા ભજનો અને સંતવાણી યોજાઇ હતી.આ પ્રસંગે ધર્મસભાનું આયોજન કરાતા જુનાગઢથી ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથબાપુ,દાનબાપુની જગ્યાના મહંત વલ્કુબાપુ,આપાગીગાની જગ્યાના મહંત વિજયબાપુ, સણોસરાના નીરૂબાપુ, બોટાદજી આત્માનંદ સરસ્વતીજી ગુજરાત ભરમાંથી 150થી વધુ સંતો મહંતોનીઉપસ્થિતિમાં નેશનલ એવોર્ડ શિક્ષક પ્રવિણભાઇ ખાચર, ઇતિહાસ વૈદિક સાહિત્ય સંશોધક અને લેખક ભનુભાઇ ખવડ સભાને સંબોધન કર્યુ હતુ.જ્યારે શુક્રવારે પ્રાત:પુજન સ્થાપન, દેવતાહોમ, મંદિરવાસ્તુપુજન, દેવપ્રબોધ કાર્યક્રમ સાથે કાર્યક્રમની પુર્ણાહુતી થશે.આ પ્રસંગે ભુદેવ જગદીશભાઇ ગોર તથા બ્રાહ્મણોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી ગેબીનાથની જગ્યા ગુંજી ઉઠ્યા હતા..
થાનગઢમાં ગુરૂગેબીનાથની જગ્યાનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.

અહેવાલ: સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here