Home રાજ્ય ગુજરાતમાં વાવાઝોડાને લઇ PM મોદી ચિંતિત …. , મુખ્યમંત્રી સાથે કરી વાતચીત...

ગુજરાતમાં વાવાઝોડાને લઇ PM મોદી ચિંતિત …. , મુખ્યમંત્રી સાથે કરી વાતચીત …

133
0

ગુરુવારે રાત્રે કચ્છના જખૌ બંદરેથી અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય પસાર થયું હતું. વાવાઝોડાનું લેન્ડફોલ શરુ થયા પછી તે રાત્રે 2.30 વાગે નલિયાથી 30 કિમી ઉત્તરમાં સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં કેન્દ્રિત હતું. વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે નુકસાની થઈ છે. બિપરજોય વાવાઝોડાએ દરિયા કાંઠાના વિસ્તારોમાં વિનાશ વેર્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં, અનેક સ્થળે વીજળીનાં થાંભલા પડ્યા છે. અનેક જગ્યાએ મકાનના છાપરાં ઉડી ગયા છે.

વાવાઝોડામાં રાજ્યની સ્થિતિને લઈ વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વાત કરી હતી. PM નરેન્દ્ર મોદી સતત CMના સંપર્કમાં રહી ટેલીફોનિક વાતચીત કરીને ગુજરાત પર તોળાતા જોખમ અંગે જાણકારી મેળવી રહ્યા છે. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને લઈ PMએ તેમની સાથે ટેલીફોનિક વાત કરી હતી અને રાજ્યની સંપૂર્ણ વિગતો મેળવી હતી. CM ભુપેન્દ્રભાઈ પટેલના ટ્વીટ અનુસાર વડાપ્રધાન મોદીએ લોકોની સલામતીની સાથે ગીર ફોરેસ્ટના સિંહ સહિત વન્યપ્રાણીઓની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત કરીને તેમની કાળજીની વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here