Home આણંદ ખંભાતમાં રથયાત્રાને લઇ ફૂટ પેટ્રોલિંગ….

ખંભાતમાં રથયાત્રાને લઇ ફૂટ પેટ્રોલિંગ….

152
0

ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખંભાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ત્યારે આણંદના ખંભાતમાં રથયાત્રા રૂટ પરના મુખ્ય માર્ગો ઉપર પોલીસ જવાનો , અધિકારીઓ અને SRPની ટુકડી દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

ભગવાન જગન્નાથની રથયાત્રા ખંભાતના મુખ્ય માર્ગો ઉપર નીકળશે. રથયાત્રાના ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ખંભાતમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ખંભાત પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખંભાતમાં શાંતિ સમિતિની બેઠક બાદ જગતના નાથની રથયાત્રા રૂટ પરના દરેક વિસ્તારમાં આજે પોલીસ તથા SRPના જવાનો અને અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ ફૂટ પેટ્રોલિંગમાં ખંભાત શહેર ASP અભિષેક ગુપ્તા તથા પોલીસ જવાનો હાજર રહ્યા હતા. આ અંગે ખંભાત ASP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા ખંભાતમાં બે દિવસ ભગવાન જગન્નાથની રથયાત્રા સકરપુર તથા ખંભાત રણછોડજી મંદિરથી નીકળવાની હોવાથી શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને અને સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર આ આયોજન કરવામાં આવ્યું છે. આગામી રથયાત્રામાં ડ્રોન , CCTV કેમેરા તેમજ વીડિયોગ્રાફરની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત અભિષેક ગુપ્તાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે, લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવું, સોશિયલ મીડિયા દ્વારા ખોટી અફવાઓ દર્શાવતા મેસેજ ફોરવર્ડ કરવા નહીં, શહેરમાં શાંતિ જળવાઈ રહે અને શાંતિપ્રિય માહોલમાં રથયાત્રા પૂર્ણ થાય તેવા આયોજનો હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here