ખંભાત: 23 જાન્યુઆરી
ખંભાત તાલુકાના ઉંદેલ મુકામે પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલના કાર્યકાળ દરમિયાન ૩ કરોડ ૫૦ લાખના ખર્ચે ભવ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર નવનિર્માણ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.પરંતુ ૧ વર્ષ બાદ પણ ભવ્ય સામુહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે.ગ્રામજનો માટે આરોગ્ય સેવા માટે કાર્યરત થવાને બદલે ખોખા સમાન ઉભું રહ્યું છે.જાગૃત સરપંચ તેમજ જાગૃત ગ્રામજનો દ્વારા વાંરવાર રજૂઆતો કરાઈ છે તેમ છતાંય માત્ર ખોખું બનાવીને પડતું મુકી દેતા આરોગ્ય સેવા પણ ખોરવાઈ ગઈ છે, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા મુલાકાત લેતા સમગ્ર વાસ્તવિકતા જતી રહી છે 3 કરોડ 50 લાખ સરકાર દ્વારા ખર્ચ કરવામાં આવ્યા છે તેમ છતાં 20 ગામોના લોકોને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે નથી જેને લઇ ધારાસભ્ય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી
મહત્વનું છે કે તંત્ર દ્વારા માત્ર કોકા નું ઉદઘાટન કરાવી કોઈપણ જાતના ગાયનેક તેમજ સિઝેરિયન ને લગતા સાધન સામગ્રી ન લાવી લોકોને આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવાની કોશિશ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે
અંગે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાડા ત્રણ કરોડનો ખર્ચ કરી લોકોને આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે સામયિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કર્યું હતું. પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે 3:30 કરોડ ખર્ચ કરીને પણ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ આપી શકાતી નથી ઇન્ટર્નલ વાયરીંગમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર ક્ષત્તિઓ તેમજ હલકી ગુણવતાની કામગીરીને લઈ દોઢ દોઢ લાખના બે ડાયાલિસિસ મશીન શોટ સર્કિટના કારણે બંધ થઈ જવા પામ્યા છે
જ્યારે અન્ય મશીનરી ઉપયોગમાં લીધા પહેલાજ ઉડી જવાનો ડર છે,જેને લઈ સરકારમાં ઉગ્ર રજુવાત કરી છે અને તાત્કાલીક ધોરણે વિસ્તારમાં આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સંભવિત વિભાગને જાણ કરી છે