Home કાલોલ કાલોલ ૧૨૭ વિધાનસભાની ચૂંટણી માટે ૩૧૬ મતદાન કેન્દ્રો પર ૨,૫૮,૩૨૩ મતદારો કાલોલનું...

કાલોલ ૧૨૭ વિધાનસભાની ચૂંટણી માટે ૩૧૬ મતદાન કેન્દ્રો પર ૨,૫૮,૩૨૩ મતદારો કાલોલનું ભવિષ્ય નક્કી કરશે

237
0

કાલોલ: 6 નવેમ્બર


ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે જેની પૂર્વતૈયારીઓ સ્વરૂપે ચૂંટણી તંત્ર દ્વારા ચુંટણીલક્ષી કામગીરીઓ આરંભી દીધી છે, જે મધ્યે મતદાર યાદીનો આખરી ઓપ પણ આપી દેવાયો છે. કાલોલ ૧૨૭ વિધાનસભા મતવિસ્તારમાં કાલોલ અને ઘોઘંબા તાલુકા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ૧,૨૫,૮૨૩ મહિલા મતદારો, ૧,૩૨,૪૯૯ પુરુષ મતદારો અને ૧ અન્યત્તર મળી કુલ ૨,૫૮,૩૨૩ મતદારો કાલોલનું ભવિષ્ય નક્કી કરશે. કાલોલ વિધાનસભા મતવિસ્તાર બેઠકના સિમાંકન મુજબ કાલોલ તાલુકાની ૭૫ ગ્રામ પંચાયતોના ૧,૬૩,૩૨૩ મતદારો અને ઘોઘંબા તાલુકાની ૫૦ ગ્રામ પંચાયતોના ૯૫,૦૦૦ મતદારોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ વિધાનસભાની ચૂંટણીમાં ૨,૩૫,૩૮૦ મતદારો હતા જે આ વખતે વધીને ૨,૫૮,૩૨૩ મતદારો થતા ૨૪,૭૪૩ નવા મતદારો પહેલીવાર મતદાન કરશે, જ્યારે ૧૭૬૨ દિવ્યાંગ મતદારો માટે ચુંટણી તંત્રના નિર્દેશ મુજબ તેમની સગવડ મુજબની મતદાન કરવાની સુવિધા આપવામાં આવશે. કાલોલ વિધાનસભા બેઠક માટે આ વખતે ૧૩ પુરુષ અને ૩૦ મહિલા મતદારો મળીને કુલ ૪૩ સો વર્ષથી વધુ વયના સુપર સિનિયર સિટીઝનો પણ મતદાન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ ૧૨૭ વિધાનસભાના મતદારોના મતદાન માટે કાલોલ તાલુકાના ૨૦૫ મતદાન મથકો અને ઘોઘંબા તાલુકાના ૧૧૧ મતદાન મથકો મળીને કુલ ૩૧૬ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here