કાલોલ: 6 નવેમ્બર
કાલોલ શહેર અને તાલુકામાં આગામી યોજાનાર વિધાનસભાની સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શનિવારે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પી.એસ.આઈ જે.ડી.તરાલ સહિત અને સીઆઈએસએફના ૨૫ જવાનોની ટુકડી સાથે નગરનાં વિવિધ રસ્તાઓ ઉપર ફ્લેગમાર્ચ યોજી ભૌગોલિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તદ્ઉપરાંત આગામી દિવસોમાં વિધાનસભા બેઠકના સંવેદનશીલ ગામોમાં પણ ફ્લેગ માર્ચ યોજવામાં આવશે તેવી પુષ્ટિ કરી હતી.
કાલોલ પોલીસ સ્ટાફ સહિત સીઆઈએસએફના જવાનોએ શહેરના રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી લોકોને શાંતિ, સુરક્ષા અને સલામતીનો સંદેશો આપ્યો હતો. તદ્ઉપરાંત ફ્લેગ માર્ચ કરીને કાલોલ શહેર અને તાલુકાના કાયદો વ્યવસ્થા જાળવવા અંગે પોલીસતંત્ર અને સુરક્ષા દળોની બાજનજર હોવાનો સંકેત આપ્યો હતો.