કાલોલ: 1 ફેબ્રુઆરી
પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ઝબ્બે કરવા માટે કરેલા નિર્દેશ અનુસાર જિલ્લા એલસીબી પોલીસને ખાનગી બાતમીદાર તરફથી મળેલ બાતમીને આધારે કાલોલ પોલીસ સ્ટેશનના ૩૬૬,૩૭૬ વિગેરે મુજબના ગુના હેઠળનો વોન્ટેડ આરોપી રણજીતસિંહ પ્રભાતસિંહ સોલંકી (રહે. સણસોલી તા. કાલોલ) જે હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો હોવાની બાતમીને આધારે સુરત ખાતે પહોંચી તપાસ કરતાં આરોપીને સુરત ખાતેથી પકડી પાડીને તેને આચરેલા ગુના હેઠળની આગળની કાર્યવાહી કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.