Home Trending Special ઇસ્કોન બ્રિજ અકસ્માત: પોલીસ જવાનની દીકરીને વ્હારે આવ્યા ધંધુકાના આ બિલ્ડર! આજીવન...

ઇસ્કોન બ્રિજ અકસ્માત: પોલીસ જવાનની દીકરીને વ્હારે આવ્યા ધંધુકાના આ બિલ્ડર! આજીવન ખર્ચ ઉપાડશે

1516
0

ઇસ્કોન બ્રિજ ઉપર જે ઘટના બની એ અક્સ્માતમાં બચાવ કામગીરી કરવા ગયેલાં અતિ સામાન્ય પરીવારમાંથી આવતાં પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારનું પણ કરૂણ મોત થયું છે. ધર્મેન્દ્રસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના વાતની હતા. સંઘર્ષ કરીને આગળ વધેલાં અને ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ એવાં પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારને કાવ્યા નામની એક વર્ષની દીકરી પણ છે.

ઘરમાં મુખ્ય કમાનાર વ્યક્તિ ધર્મેન્દ્રસિંહના અકાળે મૃત્યુથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના પરિવારને સૌથી વધુ ચિંતા એક વર્ષની દીકરી કાવ્યાના પાલન-પોષણની થાય એ સ્વાભાવિક છે. પણ ધર્મેન્દ્રસિંહના પરિવારની આ ચિંતા દૂર થઇ છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકાના જાળીયા ગામના વતની અને વ્યવસાયે બિલ્ડર એવા ઉપેન્દ્રસિંહ દીપસિંહ ચાવડાએ ધર્મેન્દ્રસિંહની એક વર્ષની દીકરી કાવ્યાને દત્તક લેવાની જાહેરાત કરી છે. આ દીકરી મોટી થઇને જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધી અને ત્યારબાદ તેના લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપેન્દ્રસિંહ ચાવડા ઉઠાવશે. દીકરી ધર્મેન્દ્રસિંહના પરિવાર સાથે જ રહેશે.

ઉપેન્દ્રસિંહ ચાવડાને ભાલના દાનવીર સાવજનું બિરુદ મળ્યું છે. આસ્થા ફાઉન્ડેશનના નામથી સામાજિક સંસ્થા ચલાવે છે, જેના થાકી રક્તદાન કેમ્પ, સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન જેવી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ નિઃસ્વાર્થ ભાવે કરતા રહે છે. તેઓ દર વર્ષે કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર 111 દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે. આ વર્ષે 24-11-2023ના રોજ આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here