કાલોલ : 4 જાન્યુઆરી
કાલોલ તાલુકાના કાનોડ ગ્રામ પંચાયતમાં આવેલા રાઠવા ફડીયામાં રહેતાં રાઠવા ગલુભાઈ ભંગડાભાઈનાં મકાનમાં મંગળવારે બપોરના સુમારે કોઈ અગમ્યકારણોસર આગ લાગી ઉઠતાં થોડીવારમાં પુરું મકાન આગની લપેટમાં આવી જતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને લઈ આજુબાજુ રહેતાં લોકો ભેગાં થઈ ગયાં હતા અને આસપાસમાંથી પાણી લાવીને પાણીનો છંટકાવ કરીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવા છતાં પણ આગ બેકાબુ બની જતા કાલોલ સ્થિત ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ ત્યાં સુધી પુરા મકાન સાથે તમામ ઘર વખરી ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.
આગની ઘટનાને પગલે સ્થાનિક પંચાયતના તલાટીએ પંચકયાસ કરતા અંદાજીત ૨૫ મણ જેટલો કપાસ, ઘરનું અનાજ, ઘરમાં રાખેલા ચાંદીના દાગીના, કપડાં, ઘરનો કાટમાળ સહિત અંદાજીત ૩,૮૬,૦૦૦નું નુકશાન થયુ હોવાનો રિપોર્ટ સોંપ્યો હતો. જ્યારે બીજી તરફ કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોરે તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ખેડૂત પરિવારને સાંત્વના આપી હતી
આમ,કડકડતી શિયાળાની ઠડીમાં એક ખેડૂત પરિવારનું મકાન આગમાં બળીને ખાખ થઈ જતાં આખો પરિવાર નિરાધાર બની ગયો હતો.