Home પંચમહાલ જીલ્લો ઔષધિય વનસ્પતિઓ નું વાવેતર

ઔષધિય વનસ્પતિઓ નું વાવેતર

218
0

ગોધરા : 5 ઓગસ્ટ


રોટરી કલબ ગોધરા દ્વારા તા.બીજી ઓગસ્ટ 2022,મંગળવાર ના રોજ શ્રીમતી મણીબેન અમૃતલાલ હરગોવનદાસ ,સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોપટપુરા ,ગોધરા ના કેમ્પસ માં ઔષધીય વનસ્પતિઓનું સવારના 10:00 કલાક થી વાવેતર ની શરૂઆત કરવામાં આવી.આ પ્રોજક્ટ કાર્ય લગભગ અઢી કલાક ચાલ્યું.
ઔષધીય વનસ્પતિઓના વાવેતર માટે આ હોસ્પિટલના કેમ્પસમાં યોગ્ય ક્યારાઓ,પાણીની વ્યવસ્થા તેમજ વનસ્પતિઓની માવજત કરી શકાય તેવી વ્યવસ્થા ગુજરાતમાં ફક્ત બે જ સ્થાનોએ છે જેમાનું આ એક સ્થાન છે.
ઔષધિય વનસ્પતિઓ માં મુખ્યત્વે હરડે,બહેડા, ગૂગળ, દમવેલ,નાગરવેલ,સરગવો,લિંડીપિપર, શતાવારી, ચિત્રક,અંજીર,અપરાજીતા જેવી વિવિધ વીસ ઔષધીય વનસ્પતિઓ નું વાવેતર કરવામાં આવ્યું.

DAOડો.સુનિલભાઈ બામણીયા,ડો.નિકુંજભાઈ મેવાડા , ડો.ગણપતભાઇ તથા તેમના સ્ટાફ મેમ્બર્સ અને રોટરી મિત્રો એ ઉત્સાહભેર,ખુશનુમા વાતાવરણ માં વૃક્ષારોપણ કર્યું.
RC Godhra ના પ્રમુખ શ્રી રો. શિલ્પા પરીખ, સેક્રેટરી શ્રી રો. કાલિન્દી વેદાંતી,રો. ગીરીશ પટેલ, રો.ઉદય વેદાંતી હાજર રહ્યા હતાં.
અર્થ વ્યવસ્થા સહ, ઔષધિયવસ્પતિઓના રોપા લાવવાની જવાબદારી રો.ગીરીશભાઈ પટેલે નિભાવી હતી.

અહેવાલ : કંદર્પ પંડ્યા, ગોધરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here