Home ટૉપ ન્યૂઝ એ….. ગુજરાતના ૧૦ શહેરોમાં રાત્રી કર્ફ્યું પાછો આવ્યો લ્યા!…

એ….. ગુજરાતના ૧૦ શહેરોમાં રાત્રી કર્ફ્યું પાછો આવ્યો લ્યા!…

133
0

ગાંધીનગર:૭ જાન્યુઆરી


રાજ્યમાં કોરોના-ઓમિક્રોનના 4000થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે વાઇબ્રન્ટ સમિટ સહિતના તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. હવે રાજ્યમાં ફરીથી નિયંત્રણો લાગુ કરવાની જરૂરિયાત લાગતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ઉચસ્તરીય કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ કોરોનાને લગતા નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. છેલ્લે કોરોનાની બીજી લહેર દરમિયાન મે અને જૂન, 2021માં ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી હતી. હવે આઠ મહિના પછી ફરી એવી સ્થિતિ સર્જાઈ રહી છે. જયારે સરકારે મીટીંગ બોલાવી જાહેરનામું બહાર પાડવા ફરજ પડી રહી છે.

ચીફ સેક્રેટરી પંકજ કુમારે કલેક્ટરો-મ્યુનિ. કમિશનરો સાથે ચર્ચા કરી

અગાઉ રાજ્ય સરકારે કેન્દ્રના આરોગ્ય વિભાગ સાથે કોરોનાની સમીક્ષા કરી છે. તેની સાથે સાથે ગૃહ, આરોગ્ય, શિક્ષણ અને સામાન્ય વહીવટી વિભાગની પણ બેઠક મળી હતી. જ્યારે મુખ્ય સચિવ પંકજ કુમારે મ્યુનિસિપલ કમિશનરો અને કલેક્ટરો સાથે સતત બે દિવસ સુધી બેઠક યોજી હતી. આજે(7 જાન્યુઆરી) રાત્રે 12 વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની ગાઈડલાઈન્સની સમયમર્યાદા પૂરી થઈ રહી છે. ત્યારે સરકાર ધ્વારા આજે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રીના બંગલોએ ઉચસ્તરીય કોર કમિટીની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં ધોરણ 1થી 8ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા અંગે તથા રાત્રિ કર્ફ્યૂ સહિતના નવા નિયંત્રણોની ગાઇડલાઇન અંગે નિર્ણય કરવામાં આવ્યા છે.

કયા કયા નવા નિયમો લાગુ કરાયા? 

રાત્રી કર્ફ્યુંનો નવો નિયમ 

રાજ્ય ના અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, ભાવનગર શહેર, જામનગર શહેર, જુનાગઢ શહેર, ગાંધીનગર શહેર, ઉપરાંત બે નગરો આણંદ અને નડીયાદ શહેરમાં તારીખ ૮ જાન્યુઆરી થી તારીખ ૧૫ જાન્યુઆરી સુધી રાત્રીના ૧૦ કલાક થી સવારના ૬ કલાક સુધી રાત્રી કર્ફ્યું લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

૨. દુકાનોવાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ

3.હોટેલ, રેસ્ટોરેન્ટસ

બેઠક ક્ષમતાના ૭૫% સાથે રાત્રિના ૧૦:૦૦ કલાક સુધીચાલુ રાખી શકાશે. હોટેલ, રેસ્ટોરેન્ટ્સમાં Home delivery સેવાઓ રાત્રિના ૧૧:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

(૨) નીચે મુજબના નિયંત્રણો ઉપરોકત શહેરો સહિત સમગ્ર રાજયમાં અમલમાં મૂકવામાં આવ્યા છે.તે અનુસાર

૧.સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે.

લગ્ન પ્રસંગ

ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.

અંતિમક્રિયા દફનવિધી

મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજુરી

 

૭.પબ્લિક તથા પ્રાઇવેટ બસ | ટ્રાન્સપોર્ટ

નોન. એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭પ% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ

સિનેમા હોલ વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ વાંચનાલયો ઑડિટોરિયમ, એસેમ્બલી હૉલ,મનોરંજક સ્થળો, જાહેર બાગ-બગીચાઓ

બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે. રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી

 

૧૪. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીરા તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો

 

૧૫. શૈક્ષણિક સંસ્થાઓ

 

૧૬. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ રાજયભરની શાળાઓમાં ધોરણ ૧ થી ૮ માં વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન શિક્ષણ તા.૩૧-૧-૨૦૨૨ સુધી બંધ રહેશે. માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

૧૭. કોમ્પ્લેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત સ્પોર્ટ્સ ઉપરોકત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

 

૬. રાત્રિ કર્ફ્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે

(૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.

(૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(૩) રાત્રિ કર્યુના સમયગાળા દરમ્યાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહી.

(૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો/ અધિકારીઓ/ કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.

(૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

(૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

 

રાત્રિ કર્ફયુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

1) COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવાતેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથેસંકળાયેલ સેવાઓ.

2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.

4) ઈન્ટરનેટ ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઈ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.

5) પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.

6) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાર.

7) પોસ્ટ અને કુરીયર સર્વિસ

8) ખાનગી સિક્યુરીટી સેવા

9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.

10) કૃષિ કામગીરી, પેસ્ટ ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.

11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.

12) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.

13) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

14) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for Covid-19નું સમગ્ર રાજયમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

1) Face Covering – Compulsory in public place, work place, during transport

2) Social Distancing -Individual must maintaina minimum feet distance in public places. Shops will ensure physical distancing among customers.

3) Splitting in public place will be punishable with fine as per existing laws, rules or regulations.

૯. સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓએ તેમના અધિકાર ક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે.

૧૦. આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.

૧૧. આ હુકમના ભંગ બદલ “THE EPIDEMIC DISEASES ACT 1897* અન્વયે ‘THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020′ ની જોગવાઇઓ, ‘THE INDIAN PENAL CODE’ની કલમ 188 તથા THE DISASTER MANAGEMENT ACT”ની જોગવાઇઓ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here