આણંદ: 26 ઓગસ્ટ
ઇન્ટરનેટ ઓફ થીંગ્સમાં સેન્ટર ઓફ એક્સિલન્સી નું ભવ્ય ઉદઘાટન તાજેતરમાં એસવીઆઈટી ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નેષ્ટ ના અધ્યક્ષ રોનકભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
એસવીઆઈટી વાસદ ના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. આ COE (સેન્ટર ઓફ એક્સિલન્સી)- IOT ( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ) ને SAP, AMUL અને L&T દ્વારા તેમના CSR ફંડમાંથી આર્થિક મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ માટેનું સમગ્ર સંચાલન Edunet એજ્યુનેટ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સેન્ટ્રલ ઓફ એક્સિલન્સી નો કુલ ખર્ચ અંદાજે રૂ.૨૦ લાખ જેવો થયો છે. જેમાં નવીનતમ સોફ્ટવેર,IOT બોર્ડ અને અન્ય સાધનોનો સમાવેશ થાય છે આના થકી વિદ્યાર્થીઓ નવીન પ્રયોગ સ્ટાર્ટઅપ ઇન્ડિયા માટે ઇનોવેટીવ આઈડિયા ને પ્રોગ્રામ કરી શકશે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને રિસર્ચમાં ખુબ મદદરૂપ થશે.
આ પ્રસંગે સ્ટુડન્ટ કોર્ડીનેટર પરમજીતસિંહ નું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીઝમાં જે સ્કિનની ડિમાન્ડ છે તે આ લેબ થકી વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે.
આ પ્રસંગે એસવીઆઈટી ના ચેરમેન રોનકભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ એસવીઆઇટીમાં અભ્યાસ કરીને ઇન્ડસ્ટ્રીઝમાં જોડાય તે પહેલા એમને સર્વગુણ સંપન્ન કરવાની જવાબદારી એસવીઆઇટી ની છે તેથી કરીને મેનેજમેન્ટ તરફથી તેમને દરેક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ પ્રયોગશાળા હેઠળ એસવીઆઇટી ખાતે એજ્યુનેટ દ્વારા “કોડ ઉન્નતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું છે તે કોર્પોરેટ થી નાગરિક ડિજિટલ ક્ષમતા અને આઇટી કૌશલ્ય વિકાસની એક પહેલ છે. આ પ્રોગ્રામ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ડસ્ટ્રી વિશિષ્ટ એપ્લિકેશન્સ અને અન્ય ઉભરતી ટેકનોલોજી માટે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ ટૂલ્સ ઓફર કરે છે. આવનાર યુગ માટે આ માઈલ્સ સ્ટોન સાબિત થાય તેમ છે.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ રોનક કુમાર પટેલ, ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ, મંત્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી નૈતિક પટેલ, ખજાનચી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી સંજયભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ, ડૉ. રાકેશ પટેલ (વડા-ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ) અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી અધતન લેબ નું નિર્માણ કરનાર સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી.