Home આણંદ આણંદ જિલ્લામાં કાર્યરત છે ફરતું પશુ દવાખાનું …. , ખંભાતના તરકપુર ખાતે...

આણંદ જિલ્લામાં કાર્યરત છે ફરતું પશુ દવાખાનું …. , ખંભાતના તરકપુર ખાતે ઈજાગ્રસ્ત ગાયને સારવાર આપી જીવ બચાવ્યો

134
0

ગુજરાત પશુ પાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે આણંદ જિલ્લામાં ત્રણ વર્ષ પૂર્વે પશુઓની વિનામૂલ્યે સારવાર અને સેવાના હેતુથી સાત ફરતા પશુ દવાખાનાની શરૂઆત કરવામાં આવી હતી. આણંદના મોગર અને નાપાડ , આંકલાવના બામણગામ, ઉમરેઠના પણસોરા, ખંભાતના રાલજ તથા જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાળજ ખાતે એમ કુલ સાત ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે.

તાજેતરમાં ખંભાત તાલુકાના તરકપુર ગામમાં એક પશુ પાલકની દસ વર્ષની ગીર ગાય સવારે ઘાસ ચરવા માટે ગઈ હતી તે સમયે એક અકસ્માત બનતા ગાયના પગે ઈજા થઈ હોવાથી તે ચાલી શકતી ન હતી. ખંભાતના ફરતા પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ તે સમયે ગામના શેડ્યૂલમાં જ હોવાથી અકસ્માતનો ભોગ બનેલી ગાયના પશુપાલકે MVD ના ડૉ. આયુષ પટેલ અને પાયલોટ હરેશભાઇને જાણ કરતા જ તેઓએ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને સ્થળ પર જ ગાયને થયેલ ઈજાનું નિદાન કર્યુ હતું. ગાયને એક પગે ફેક્ચર થયુ હોવાનું નિદાન થતા ગાયના ઇજાગ્ર્સ્ત પગને પ્લાસ્ટર લગાવી તથા જરૂરી પેઇન કિલર ઈન્જેકશન લગાવીને ફરતા પશુ દવાખાનાની ટીમે ગાયનો જીવ બચાવી લીધો હતો. જે માટે પશુપાલકે ફરતા પશુ દવાખાનાની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે માત્ર ત્રણ વર્ષના સમયગાળામાં ફરતા પશુ દવાખાનાની સેવા જિલ્લાના  પશુમાલીકોના મુખે આવી ગઈ છે અને આ સમયગાળામાં 10 ગામના શિડ્યૂલ દરમિયાન 74,332 અને ઈમરજન્સીના 9,223 મળીને કુલ 83,555 પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી છે. જેથી ફરતા પશુ દવાખાનાની સેવા ખરેખર માત્ર આણંદ જ નહિ સમગ્ર રાજ્યના પશુધન અને પશુધન માલિકો માટે સંકટમોચન સાબિત થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here