Home આણંદ આણંદ જિલ્લાનાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં પરિણામનું વિષ્લેષણ…..

આણંદ જિલ્લાનાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં પરિણામનું વિષ્લેષણ…..

104
0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધો. ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પરીક્ષાનું ઓનલાઇન અને વોટસએપ પર પરિણામ જાહેર કરાયું :છે. આણંદ જિલ્લાનું કુલ ૭૧.૦પ ટકા પરિણામ જાહેર કરાયું છે. જે ગત વર્ષ ૮૪.૯૧ ટકાની સરખામણીએ ૧૩.૮૬ ટકાનો મોટો ઘટાડો દર્શાવે છે.

આ વર્ષ એ-૧ ગ્રેડમાં ગત વર્ષ જેટલા જ ર૦ વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. જયારે એ-ર ગ્રેડમાં ખાસ્સો ઘટાડો થયો છે. જયારે અન્ય ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયાનું જોવા મળે છે. આણંદ જિલ્લામાં ધો.૧ર સા.પ્રવાહમાં નોંધાયેલા ૧૩,૯૪૩માંથી ૧૩,૯૦૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ ૮૬.૩૨ ટકા સારસા કેન્દ્રનું અને સૌથી ઓછું ૬૧.૯૭ ટકા પરિણામ પેટલાદ કેન્દ્રનું આવ્યું

 આણંદ જિલ્લાની છેલ્લા પ વર્ષની ટકાવારી જોઇએ….

ર૦૧૯ -૭૦.૦૩, ર૦ર૦ -૭૧.૧૩, ર૦ર૧ -માસ પ્રમોશન, ર૦રર -૮૪.૯૧, ર૦ર૩ -૭૧.૦૫

કોરોના પછીની પહેલી બેચમાં પ૧થી ૬૦ માર્કસ સાથે સૌથી વધુ વિદ્યાર્થી પાસ થયા

આણંદ જિલ્લાનાં ધો.૧ર સામાન્ય પ્રવાહના પરિણામમાં ઉર્ત્તીણ થનાર વિદ્યાર્થીઓની સંતોષજનક સંખ્યા સામે સારા માર્ક સાથે પાસ થનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોનાની સૌથી વધુ અસર કદાચ શિક્ષણને પહોંચ્યાનું આજના પરિણામ પરથી ફલિત થાય છે. માર્ચ ર૦ર૩માં લેવાયેલ ધો.૧રની પરીક્ષાના વિદ્યાર્થીઓ કોરોના પછીની પહેલી બેચના હતા. જેને શાળાઓ બંધ હોવાના કારણે ઓનલાઇન શિક્ષણ અને કેટલાક વિષયોના અભ્યાસમાં વિલંબનો અવરોધ અસરરૂપ બન્યાનું કહી શકાય. એકંદરે આ વર્ષનું રીઝલ્ટ ઘણું ઓછું જ કહેવાય. આ વર્ષ પ૧થી ૬૦ ટકા માર્કસ સાથે પાસ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આથી હવે કંઇ ફેકલ્ટીમાં જવું તેની પણ વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ મંૂઝવણ અનુભવી રહ્યા છે.

 આણંદ જિલ્લામાં નીડ ઇમ્પ્રુવમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૧૬૦ ટકાથી વધુનો વધારો

નોંધાયેલ પરીક્ષામાં A2 A2 B1 B2 C1 C2 D E1 નીડ ઇમ્પ્રુવ વિદ્યાર્થી – હાજર વર્ષ -ર૦રર- ૯૪ર૪- ૯૩પ૬- ર૦- ૩૬૬- ૧૩૮૮- ર૪૭૬- ર૪રર- ૧૧૯૬- ૭૬- ૦- ૧૪૮૦, વર્ષ- ર૦ર૩- ૧૩૯૪૩ -૧૩૯૦૩- ૨૦- ૨૩૯- ૧૦૫૪ ૨-૨૧૩ ૩૨૬૦- ૨૬૩૦ -૪૫૫- ૭- ૪૦૬૫

આણંદ જિલ્લાની કેન્દ્રવાઇઝ ટકાવારી :

 અનેક કેન્દ્રોમાં ૧૯થી ર૮ ટકા સુધીનો પરિણામમાં ઘટાડો

કેન્દ્ર- ર૦ર૦- ર૦રર -ર૦ર૩, આણંદ- ૭૧.૩૯ ૭૮.૧૪ ૬૮.૭૬ , વિદ્યાનગર- ૮૪.૧૭ ૮૧.૧૪ ૮૨.૯૦, બોરસદ -૬૨.૮૫ ૮૫.૩૬ ૭૮.૮૭, ખંભાત -૭૨.૬૭ ૮૫.૬૬ ૭૧.૪૨, આંકલાવ- ૫૨.૫૯ ૮૭.૩૧ ૭૧.૮૨, પેટલાદ- ૫૬.૪૬ ૬૮.૮૭ ૬૧.૯૭, ઉમરેઠ- ૬૧.૭૦ ૬૮.૬૭ ૬૬.૩૨, ભાદરણ -૭૬.૩૨ ૯૫.૦૦ ૭૦.૫૭, નાર- ૮૫.૦૦ ૯૫.૪૦ ૬૬.૧૮, સોજીત્રા- ૭૪.૯૨ ૯૦.૫૧ ૬૬.૮૧, અલારસા- ૮૨.૯૭ ૧૦૦.૦૦ ૮૧.૦૭, દહેવાણ- ૮૮.૮૬ ૯૮.૧૨ ૭૫.૪૧, સામરખા- ૭૨.૫૭ ૭૮.૯૫ ૬૪.૮૫, વાસદ- ૬૮.૮૭ ૯૦.૩૦ ૮૯.૨૦, કરમસદ- ૬૭.૫૭ ૯૩.૪૭ ૬૯.૫૯, તારાપુર- ૮૭.૯૯ ૯૬.૦૩ ૬૩.૧૦, સારસા- ૬૯.૭૧ ૯૪.૮૨ ૮૬.૩૨, બીલપાડ- ૮૨.૮૬ ૯૪.૬૯ ૭૬.૨૭, બોરીયાવી- ૮૨.૪૪ ૮૭.૩૩ ૬૭.૬૬, ઓડ-શીલી- – – ૬૪.૮૪

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here