આણંદના પીપળાવની દિવ્યાંગ દીકરી વેદાંશી પટેલ દિલ્હી ખાતે યોજાયેલી નેશનલ કક્ષાની પેરા ઓલિમ્પિક સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા જાહેર થતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.પરિવાર સાથે ચરોતરવાસીઓ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ના સમાચાર હોઈ પંથકમાં ખુશીની લાગણી પ્રસરી હતી. વેદાંશી પટેલ આ સિધ્ધિ દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બની રહી છે.
દિલ્હી ખાતે આવેલા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022 યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં આણંદ જિલ્લાના પીપળાવ ગામની વેદાંશી પટેલે પણ ભાગ લીધો હતો બે અલગ અલગ રમત ગોળા ફેંક અને ભાલા ફેંકમાં તેણીએ પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો આ સ્પર્ધામાં ઉપસ્થિત આણંદ જિલ્લાના ચાંગા ગામના ભૂતપૂર્વ પ્રજ્ઞાચક્ષુ સરપંચ અને વલ્લભવિદ્યાનગરના સેતુ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ અને ખજાનચી ચિરાગભાઈ દ્વારા પીપળાવમાં વેદાંશી પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા ભવિષ્યમાં તેઓ ઊંચી સિદ્ધિ મેળવે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી. સિદ્ધિ મેળવેલી વેદાંત પટેલ ઘણા ખરા દિવ્યાંગો માટે પ્રેરણાનો સ્રોત બની છે
અત્રે ઉલ્લેખનીય છે કે વેદાંશી પટેલ ના પિતા પ્રફુલભાઈ અને માતા હેતલબેન પણ દિવ્યાંગ છે. વેદાંતી પટેલ પોતાના માતા-પિતા અને ભાઈ સહયોગથી બેંગ્લોર ખાતે યોજવામાં આવેલી આપેલા એથ્લેટિક સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો વેદાંશીની આ સિદ્ધિઓ સમાજના તમામ રમતવીરો અને સંઘર્ષ કરી રહેલા નવયુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.